સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 28 IAS અધિકારીઓની બદલીના આદેશ

Jul 21, 2026 - 12:30
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 28 IAS અધિકારીઓની બદલીના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડી રાત્રે રાજ્યના સચિવાલયીય અને ક્ષેત્રીય પ્રશાસનમાં વ્યાપક ફેરબદલ કરતાં 28 જેટલા આઈએએસ (IAS) અધિકારીઓની બદલી અને નિમણૂકના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિવિધ વિભાગોની કામગીરીને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવાના હેતુથી આ બદલીઓ કરવામાં આવી છે.

આ બદલીઓમાં રાજ્યના ઉર્જા ક્ષેત્રમાં સૌથી મોટો ફેરબદલ 

UGVCL (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ)- અતિરિક્ત ચાર્જ સંભાળતા ગૌરાંગ મકવાણા (IAS 2012) ની કાયમી મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે નિમણૂક કરાઈ છે.

DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ):- કૌશલ્ય વિકાસના નિયામક કે.જે. રાઠોડ (IAS 2018) ને સુરત ખાતે MD તરીકે મુકાયા છે.

PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ): -વલસાડના આરએસી એમ.ડી. ચુડાસમા (IAS) ને રાજકોટ ખાતે MD નો મહત્વનો પદભાર સોંપવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યમાં બદલીઓ

રાજ્યના મહાનગર સેવા સદનોમાં પણ ફેરબદલ કરાયો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પ્રભાવ જોશીની GIDCના જોઈન્ટ MD તરીકે બદલી થતાં તેમના સ્થાને સ્પોર્ટ્સ ઓથોરિટીના સચિવ આઈ.આર. વાળાને જૂનાગઢ મનપાના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને અમરેલી DDO તરીકે મુકાતા, SUDA ના CEO સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મનપાના કમિશનર તરીકે પદભાર સોંપાયો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્મિત સંતોષ લોઢા (DDO, દાહોદ) ને જવાબદારી સોંપાઈ છે.5 જિલ્લાઓમાં DDOની નિમણૂક

ગામડાંઓ અને જિલ્લાના પ્રશાસનને સુચારુ બનાવવા માટે અમરેલી, દાહોદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા અને ડાંગ-આહવા સહિતના 5 જિલ્લાઓમાં નવા જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વિજ્ઞાન, કૌશલ્ય વિકાસ, સામાજિક ન્યાય અને સહકાર વિભાગ હેઠળના વિવિધ રાજ્ય કક્ષાના નિગમો અને બોર્ડના વડા તરીકે અનુભવી IAS અધિકારીઓની તૈનાતી કરવામાં આવી છે.

આ પણ વાંચો:

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0