સાબરકાંઠા લોકસભા બેઠક પર નવા જૂનીના એંધાણ,સેન્સ પ્રક્રિયા શરૂ

ભીખાજીને પણ ફોન કરી તાત્કાલિક બેઠકમાં બોલાવ્યા ભીખાજી ઠાકોર પણ હર્ષ સંઘવીની બેઠકમાં હાજર વિવાદ ઠારવા હર્ષ સંઘવીની હિંમતનગરમાં બેઠક સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલાય બાદ પણ ભાજપ કાર્યકરોનો વિરોધ યથાવત છે. જેને લઈને ભાજપ સંગઠનના હોદેદારો અને સહકારી આગેવાનો સાથે એક બાદ એક બેઠકો કરી રહી છે. જો કે આ વિરોધ હજુ શાંત થયો નથી. ભાજપના કાર્યકરોની એક જ માંગ છે છે આયાતી ઉમેદવારની ટિકિટ રદ કરી ભાજપના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. સમગ્ર મામલે પ્રદેશ ભાજપ દ્વારા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ડેમેજ કન્ટ્રોલ માટે હિંમતનગર મોકલવામાં આવ્યા છે. ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હાલ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે બેઠક ચાલી રહી છે. હર્ષ સંઘવી પહોચ્યા હિમતનગર લોકસભાનો માહોલ જામી રહ્યો છે તેવામાં ભાજપને પહેલી વખત રાજ્યમાં ઉમેદવારોને લઇ અસમંજસનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે.સાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. જો કે બંધબારણે 3 કલાકથી ચાલી રહેલી બેઠકમાં સેન્સપ્રક્રિયા શરૂ કરી દેવાતાં હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય તેવી ચર્ચા શરૂ થઇ છે. સેન્સ પ્રક્રિયામાં અગ્રણીઓ પહોચ્યાં બેઠકમાં સાબરકાંઠાના પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બોલાવવામાં આવ્યા જે બાદ સેન્સ પ્રક્રિયા માટે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને તાત્કાલિક બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરાઇ હતી. ત્યારે હવે શોભનાબેન બારૈયાના સ્થાને નવો ઉમેદવાર જાહેર થશે તેવી પ્રબળ શક્યતા છે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં અરવલ્લીના ભીખુસિંહ પરમાર, MLA પી.સી.બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવાયા હતા. ઉમેદવારને બદલવા કાર્યક્રતાઓની માંગ આ સાથે બેઠકમાં જેમના નામની માગ થઇ રહી હતી તેવા મહિલા મોરચાના કૌશલ્યા કુંવરબા અને રેખાબા પણ ઉપસ્થિત છે. તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. બેઠકમાં હાલના ઉમેદવાર શોભના બારૈયાને આમંત્રણ અપાયું નથી. સેન્સ પ્રક્રિયા શરૂ થતાં સાબરકાંઠામા ભાજપના નવા ઉમેદવારને લઇ માહોલ ગરમાયો છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર નવા જૂનીના એંધાણ,સેન્સ પ્રક્રિયા શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભીખાજીને પણ ફોન કરી તાત્કાલિક બેઠકમાં બોલાવ્યા
  • ભીખાજી ઠાકોર પણ હર્ષ સંઘવીની બેઠકમાં હાજર
  • વિવાદ ઠારવા હર્ષ સંઘવીની હિંમતનગરમાં બેઠક

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલાય બાદ પણ ભાજપ કાર્યકરોનો વિરોધ યથાવત છે. જેને લઈને ભાજપ સંગઠનના હોદેદારો અને સહકારી આગેવાનો સાથે એક બાદ એક બેઠકો કરી રહી છે. જો કે આ વિરોધ હજુ શાંત થયો નથી. ભાજપના કાર્યકરોની એક જ માંગ છે છે આયાતી ઉમેદવારની ટિકિટ રદ કરી ભાજપના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. સમગ્ર મામલે પ્રદેશ ભાજપ દ્વારા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ડેમેજ કન્ટ્રોલ માટે હિંમતનગર મોકલવામાં આવ્યા છે. ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હાલ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે બેઠક ચાલી રહી છે.

હર્ષ સંઘવી પહોચ્યા હિમતનગર

લોકસભાનો માહોલ જામી રહ્યો છે તેવામાં ભાજપને પહેલી વખત રાજ્યમાં ઉમેદવારોને લઇ અસમંજસનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે.સાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. જો કે બંધબારણે 3 કલાકથી ચાલી રહેલી બેઠકમાં સેન્સપ્રક્રિયા શરૂ કરી દેવાતાં હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય તેવી ચર્ચા શરૂ થઇ છે.


સેન્સ પ્રક્રિયામાં અગ્રણીઓ પહોચ્યાં

બેઠકમાં સાબરકાંઠાના પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બોલાવવામાં આવ્યા જે બાદ સેન્સ પ્રક્રિયા માટે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને તાત્કાલિક બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરાઇ હતી. ત્યારે હવે શોભનાબેન બારૈયાના સ્થાને નવો ઉમેદવાર જાહેર થશે તેવી પ્રબળ શક્યતા છે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં અરવલ્લીના ભીખુસિંહ પરમાર, MLA પી.સી.બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવાયા હતા.


ઉમેદવારને બદલવા કાર્યક્રતાઓની માંગ

આ સાથે બેઠકમાં જેમના નામની માગ થઇ રહી હતી તેવા મહિલા મોરચાના કૌશલ્યા કુંવરબા અને રેખાબા પણ ઉપસ્થિત છે. તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. બેઠકમાં હાલના ઉમેદવાર શોભના બારૈયાને આમંત્રણ અપાયું નથી. સેન્સ પ્રક્રિયા શરૂ થતાં સાબરકાંઠામા ભાજપના નવા ઉમેદવારને લઇ માહોલ ગરમાયો છે.