સયાજી હોસ્પિટલમાં જી.ઇ.બી.ની જીપના ચાલકે ચાલતા જતા જમાદારને અડફેટે લીધા

વડોદરા,સયાજી  હોસ્પિટલમાં જી.ઇ.બી.ની જીપના ચાલકે ચાલતા જતા જમાદારને પાછળથી અથાડતા તેઓને માથામાં તેમજ પગમાં ઇજા થઇ હતી.માણેજા ગામ ફેગ કંપની પાસે ક્રિષ્ના ધામ સોસાયટીમાં રહેતા નગીનભાઇ શિવાભાઇ પરમાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. આજે સવારે સાડા સાત વાગ્યે કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે, સયાજી હોસ્પિટલના ઇએનટી ડિપાર્ટમેન્ટમાં આગ લાગી છે. જેથી, તેઓ ત્યાં ગયા હતા. કામગીરી પૂરી થતા અને  અન્ય સ્ટાફ આવી જતા તેઓ ચાલતા ચાલતા જેલ રોડ તરફના ગેટ પાસે પાર્ક  કરેલી પીસીઆર વાન તરફ ચાલતા જતા હતા. તે દરમિયાન તે દરમિયાન જી.ઇ.બી.ની જીપના ચાલકે પાછળથી આવીને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા  હતા. તેઓને લોહી નીકળતા તાત્કાલિક વિભાગમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓને માથામાં ચાર ટાંકા આવ્યા હતા. તેમજ જમણા પગે ફ્રેક્ચર થયું હતું. રાવપુરા  પોલીસે જી.ઈ.બી.ની જીપના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી  હાથ ધરી છે.

સયાજી હોસ્પિટલમાં   જી.ઇ.બી.ની જીપના ચાલકે ચાલતા જતા જમાદારને અડફેટે લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,સયાજી  હોસ્પિટલમાં જી.ઇ.બી.ની જીપના ચાલકે ચાલતા જતા જમાદારને પાછળથી અથાડતા તેઓને માથામાં તેમજ પગમાં ઇજા થઇ હતી.

માણેજા ગામ ફેગ કંપની પાસે ક્રિષ્ના ધામ સોસાયટીમાં રહેતા નગીનભાઇ શિવાભાઇ પરમાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. આજે સવારે સાડા સાત વાગ્યે કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે, સયાજી હોસ્પિટલના ઇએનટી ડિપાર્ટમેન્ટમાં આગ લાગી છે. જેથી, તેઓ ત્યાં ગયા હતા. કામગીરી પૂરી થતા અને  અન્ય સ્ટાફ આવી જતા તેઓ ચાલતા ચાલતા જેલ રોડ તરફના ગેટ પાસે પાર્ક  કરેલી પીસીઆર વાન તરફ ચાલતા જતા હતા. તે દરમિયાન તે દરમિયાન જી.ઇ.બી.ની જીપના ચાલકે પાછળથી આવીને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા  હતા. તેઓને લોહી નીકળતા તાત્કાલિક વિભાગમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓને માથામાં ચાર ટાંકા આવ્યા હતા. તેમજ જમણા પગે ફ્રેક્ચર થયું હતું. રાવપુરા  પોલીસે જી.ઈ.બી.ની જીપના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી  હાથ ધરી છે.