Jamnagar News : વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ વગર ઘમધમતા રેસ્ટોરન્ટ,હોટલ,શાળા સીલ

શહેરમાં જુદી-જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી વગરના બાંધકામો સીલ  બે દિવસમાં 20 હોટલ રેસ્ટોરન્ટ સીલરાજકોટ અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર કામે લાગ્યું છે, જામનગરમા વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ વગર ઘમધમતા રેસ્ટોરન્ટ, હોટલ, શાળા, ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ સીલ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં જુદી-જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ અને ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી વગેરના બાંધકામો સીલ કરાયા છે. જામનગર કોર્પોરેશન દ્વારા બે દિવસમાં 20 હોટલ રેસ્ટોરન્ટ, 44 ખાનગી શાળાઓ સીલ, અને 13 કોચિંગ ક્લાસ અને 2 હોસ્પિટલ પણ આંશિક રીતે સીલ કરાઈ છે. શહેરમાં મ્યુ.કમિશનરના માર્ગદર્શન હેઠળ સીટી ઇંજનેરની ટીમો, ફાયરની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચની ટુકડી આ બાબતનું સર્વે કરી રહી છે, આ કામગીરી દર્શાવે છે કે અત્યાર સુધી આ બધું નિયમભંગ સાથે ધમધમતું હતું. NOC વગર ફાયર સેફ્ટી વગર ધીકતા ધંધાઓ ફૂલ્યા ફાલ્યા હતા રાજકોટ TRP અગ્નિકાંડ બાદ હવે બહેરા તંત્રના કાને અવાજ સંભળાતા થયા છે. જ્યાં જુઓ ત્યાં NOC વગર ફાયર સેફ્ટી વગર ધીકતા ધંધાઓ ફૂલ્યા ફાલ્યા હતા જેનો હવે આંશીક રીતે અંત કરવા પ્રયાસોના ભાગ રૂપે તંત્ર દોડતુ થયુ છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના કારણે રાજય સરકારના આદેશથી તમામ હોટલો, રેસ્ટોરન્ટો, ધાબા સહિતના જાહેર સ્થળોની ચકાસણી કરવામાં આવી રહી છે.મંજુરીઓના અભાવે તંત્ર દ્વારા ચાર હોટલ રેસ્ટોરન્ટ વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ 4 હોટલ-રેસ્ટોરન્ટ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ જામજોધપુરમાં ફાયર એનઓસી તથા અન્ય જરૂરી મંજુરીઓના અભાવે તંત્ર દ્વારા ચાર હોટલ રેસ્ટોરન્ટ વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ હતી.જેમાં શ્રીજી રેસ્ટોરન્ટ,હેપ્પી લાઇફ રેસ્ટોરન્ટ, રોયલ ઢોસા રેસ્ટોરન્ટ અને મોમ્સ કાફે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા હોવાનુ સ્થાનિક તંત્રએ જણાવ્યુ હતુ.

Jamnagar News : વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ વગર ઘમધમતા રેસ્ટોરન્ટ,હોટલ,શાળા સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરમાં જુદી-જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ 
  • ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી વગરના બાંધકામો સીલ 
  •  બે દિવસમાં 20 હોટલ રેસ્ટોરન્ટ સીલ

રાજકોટ અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર કામે લાગ્યું છે, જામનગરમા વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ વગર ઘમધમતા રેસ્ટોરન્ટ, હોટલ, શાળા, ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ સીલ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં જુદી-જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ અને ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી વગેરના બાંધકામો સીલ કરાયા છે. જામનગર કોર્પોરેશન દ્વારા બે દિવસમાં 20 હોટલ રેસ્ટોરન્ટ, 44 ખાનગી શાળાઓ સીલ, અને 13 કોચિંગ ક્લાસ અને 2 હોસ્પિટલ પણ આંશિક રીતે સીલ કરાઈ છે. શહેરમાં મ્યુ.કમિશનરના માર્ગદર્શન હેઠળ સીટી ઇંજનેરની ટીમો, ફાયરની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચની ટુકડી આ બાબતનું સર્વે કરી રહી છે, આ કામગીરી દર્શાવે છે કે અત્યાર સુધી આ બધું નિયમભંગ સાથે ધમધમતું હતું.

 NOC વગર ફાયર સેફ્ટી વગર ધીકતા ધંધાઓ ફૂલ્યા ફાલ્યા હતા

રાજકોટ TRP અગ્નિકાંડ બાદ હવે બહેરા તંત્રના કાને અવાજ સંભળાતા થયા છે. જ્યાં જુઓ ત્યાં NOC વગર ફાયર સેફ્ટી વગર ધીકતા ધંધાઓ ફૂલ્યા ફાલ્યા હતા જેનો હવે આંશીક રીતે અંત કરવા પ્રયાસોના ભાગ રૂપે તંત્ર દોડતુ થયુ છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના કારણે રાજય સરકારના આદેશથી તમામ હોટલો, રેસ્ટોરન્ટો, ધાબા સહિતના જાહેર સ્થળોની ચકાસણી કરવામાં આવી રહી છે.

મંજુરીઓના અભાવે તંત્ર દ્વારા ચાર હોટલ રેસ્ટોરન્ટ વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ

4 હોટલ-રેસ્ટોરન્ટ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ જામજોધપુરમાં ફાયર એનઓસી તથા અન્ય જરૂરી મંજુરીઓના અભાવે તંત્ર દ્વારા ચાર હોટલ રેસ્ટોરન્ટ વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ હતી.જેમાં શ્રીજી રેસ્ટોરન્ટ,હેપ્પી લાઇફ રેસ્ટોરન્ટ, રોયલ ઢોસા રેસ્ટોરન્ટ અને મોમ્સ કાફે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા હોવાનુ સ્થાનિક તંત્રએ જણાવ્યુ હતુ.