સચિનમાં વરસાદી પાણી નહાવા જતા ડૂબેલા કિશોરની લાશ મળી

- ધોધમાર વરસાદમાં સુરતમાં ત્રણ ડૂબ્યા- ચાર મિત્રો સાથે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણી નહાવા ગયો હતોઃ પરવટ પાટીયા પાસે ડૂબેલા બે યુવાનનો પત્તો નહી    સુરત,:સુરતમાં ધોધમાર વરસાદ વચ્ચે બુધવારે સચીન કનસાડ રોડ ઉપર બપોરે ભરાયેલા વરસાદી પાણીમાં ડુબી ગયેલા ૧૩ વર્ષના તરૃણનો આજે સાંજે મૃતદેહ ફાયરે બહાર કાઢ્યો હતો. જયારે પરવત પાટિયા પાસે ડૂબી ગયેલા યુવાનનો પત્તો બીજા દિવસે પણ મળ્યો નથી.ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચીન કનસાડ રોડ ગોકુલધામ સોસાયટીમાં રહેતો ૧૩ વર્ષીય અનમોલ સત્યેન્દ્ર ગીરી ગત બપોરે તેના ચાર મિત્ર સાથે ધર નજીક ભવાનીમાતાન મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયેલા વરસાદી પાણીમાં ન્હાવા ગયા હતા. તે સમયે અનમોલ અને એક મિત્ર પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. જોકે તેના મિત્રના હાથ થોભલો આવી જતા બચી ગયો હતો. જયારે અનમોલ પાણી ડુબી ગયો હતો. જોકે ફાયરને જાણ કરતા ગત રોજ ૮ કલાક સુધી શોધતા ભાળ મળી નહી. જોકે આજે સવારે ફાયરે ફરી સાંજ સુધીમાં ૧૨ કલાક શોધખોળ કર્યા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફાયરે મૃતદેહ પોલીસને સોપ્યો હતો. જયારે અનમોલ મુળ ઉતરપ્રદેશમાં આજમગઢનો વતની હતો. તે ધો.૫માં અભ્યાસ કરતો હતો.  તેની બે બહેન છે. તેના પિતા કંપનીમાં ડ્રાઇવીંગ કામ કરે છે.બીજા બનાવમાં પરવત પાટિયા ખાતે અંકુર એપાર્ટમેન્ટ પાસે ખુલ્લી જગ્યામાં વરસાદ પાણી ભરાયું હતું. જેમાં આજે સવારે એક વ્યકિત ડુબી ગયો હોવાનો કોલ ફાયર બિગ્રેડને મળતા ફાયર કાફલો ઘટના સ્થળે ઘસી જઇને શોધખોળ શરૃ કરી હતી. જોકે મોડી સાંજ સુધી તેને ભાળ મળી નહી હોવાનુ ફાયર ઓફિસરે કહ્યુ હતુ. જ્યારે પરવત પાટિયા ખાતે કેપિટલ સ્ક્વેર પાસે ખાડી કિનારે આવેલી કન્સ્ટ્રકશન સાઈડ પર ખોડેલા ૧૫ થી ૨૦ ફૂટ ઊંડા ખાડામાં વરસાદી પાણીમાં ખાબકેેલો ૨૦ વર્ષનો યુવાન તણાયા બાદ પત્તો મળ્યો નથી. એક વ્યક્તિએ તેને એ તરફ જવા ના કહી છતા ગયો હતો અને ડૂબવા લાગતા ડિવાઇડર પકડયું હતું પણ હાથમાં છત્રી છટકી જતા તે પકડવામાં ડૂબી ગયો હતો. કાલે શોધખોળ બાદ આજે સવારે અને સાંજે તપાસ બાદ પણ તેનો પત્તો મળ્યો નથી.- ભટારમાં વરસાદી પાણીમાં પગપાળા જતા વૃધ્ધ સ્લીપ થતા થાપામાં ઇજા ભટાર રોડ ઉપર  આઝાદનગરમાં રહેતા ૬૨ વર્ષીય પંડિતભાઇ કાલુભાઇ સેવાળે ગત બપોરે ઘર નજીક વરસાદના ભરાયેલા પાણીમાં પગપાળા જતા હતા. તે સમયે તેનો પગ સ્લીપ થતા જમણા પગના થાપામાં ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સચિનમાં વરસાદી પાણી નહાવા જતા ડૂબેલા કિશોરની લાશ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ધોધમાર વરસાદમાં સુરતમાં ત્રણ ડૂબ્યા

- ચાર મિત્રો સાથે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણી નહાવા ગયો હતોઃ પરવટ પાટીયા પાસે ડૂબેલા બે યુવાનનો પત્તો નહી

    સુરત,:

સુરતમાં ધોધમાર વરસાદ વચ્ચે બુધવારે સચીન કનસાડ રોડ ઉપર બપોરે ભરાયેલા વરસાદી પાણીમાં ડુબી ગયેલા ૧૩ વર્ષના તરૃણનો આજે સાંજે મૃતદેહ ફાયરે બહાર કાઢ્યો હતો. જયારે પરવત પાટિયા પાસે ડૂબી ગયેલા યુવાનનો પત્તો બીજા દિવસે પણ મળ્યો નથી.


ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચીન કનસાડ રોડ ગોકુલધામ સોસાયટીમાં રહેતો ૧૩ વર્ષીય અનમોલ સત્યેન્દ્ર ગીરી ગત બપોરે તેના ચાર મિત્ર સાથે ધર નજીક ભવાનીમાતાન મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયેલા વરસાદી પાણીમાં ન્હાવા ગયા હતા. તે સમયે અનમોલ અને એક મિત્ર પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. જોકે તેના મિત્રના હાથ થોભલો આવી જતા બચી ગયો હતો. જયારે અનમોલ પાણી ડુબી ગયો હતો. જોકે ફાયરને જાણ કરતા ગત રોજ ૮ કલાક સુધી શોધતા ભાળ મળી નહી. જોકે આજે સવારે ફાયરે ફરી સાંજ સુધીમાં ૧૨ કલાક શોધખોળ કર્યા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફાયરે મૃતદેહ પોલીસને સોપ્યો હતો. જયારે અનમોલ મુળ ઉતરપ્રદેશમાં આજમગઢનો વતની હતો. તે ધો.૫માં અભ્યાસ કરતો હતો.  તેની બે બહેન છે. તેના પિતા કંપનીમાં ડ્રાઇવીંગ કામ કરે છે.

બીજા બનાવમાં પરવત પાટિયા ખાતે અંકુર એપાર્ટમેન્ટ પાસે ખુલ્લી જગ્યામાં વરસાદ પાણી ભરાયું હતું. જેમાં આજે સવારે એક વ્યકિત ડુબી ગયો હોવાનો કોલ ફાયર બિગ્રેડને મળતા ફાયર કાફલો ઘટના સ્થળે ઘસી જઇને શોધખોળ શરૃ કરી હતી. જોકે મોડી સાંજ સુધી તેને ભાળ મળી નહી હોવાનુ ફાયર ઓફિસરે કહ્યુ હતુ.

જ્યારે પરવત પાટિયા ખાતે કેપિટલ સ્ક્વેર પાસે ખાડી કિનારે આવેલી કન્સ્ટ્રકશન સાઈડ પર ખોડેલા ૧૫ થી ૨૦ ફૂટ ઊંડા ખાડામાં વરસાદી પાણીમાં ખાબકેેલો ૨૦ વર્ષનો યુવાન તણાયા બાદ પત્તો મળ્યો નથી. એક વ્યક્તિએ તેને એ તરફ જવા ના કહી છતા ગયો હતો અને ડૂબવા લાગતા ડિવાઇડર પકડયું હતું પણ હાથમાં છત્રી છટકી જતા તે પકડવામાં ડૂબી ગયો હતો. કાલે શોધખોળ બાદ આજે સવારે અને સાંજે તપાસ બાદ પણ તેનો પત્તો મળ્યો નથી.

- ભટારમાં વરસાદી પાણીમાં પગપાળા જતા વૃધ્ધ સ્લીપ થતા થાપામાં ઇજા

ભટાર રોડ ઉપર  આઝાદનગરમાં રહેતા ૬૨ વર્ષીય પંડિતભાઇ કાલુભાઇ સેવાળે ગત બપોરે ઘર નજીક વરસાદના ભરાયેલા પાણીમાં પગપાળા જતા હતા. તે સમયે તેનો પગ સ્લીપ થતા જમણા પગના થાપામાં ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.