શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના ચક્કરમાં ટ્રાવેલ એજન્ટ ફસાયા, 37.85 લાખ ગુમાવ્યા

image : FreepikShare Market Fraud : સોશિયલ મીડિયા પર શેર માર્કેટની જાહેરાત જોઈ અંજાઈ જતા લોકો ઓનલાઈન ઠગાઈના ભોગ બનતા હોવાના વારંવાર કિસ્સાઓ બની રહ્યા છે. વડોદરામાં બનેલા આવા જ એક વધુ કિસ્સામાં ટ્રાવેલ એજન્ટ 38 લાખ ગુમાવ્યા છે. કલાલી રોડ પર આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાવેલનો ધંધો કરતા રાજીવભાઈ ચૌહાણે પોલીસને કહ્યું હતું કે, ગઈ તા.17મી ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર ઇન્વેસ્ટમેન્ટ અંગેની એડવર્ટાઇઝ જોઈ લિંક પર ક્લિક કરતા એક ગ્રુપ ઓપન થયું હતું જેમાં હું જોડાયો હતો. આ ગ્રુપની એડમીન દેવિકા રાવ હતી. આ ગ્રુપને ઓબ્ઝર્વ કરવા બાદ તા.22મી ફેબ્રુઆરીએ દેવિકાના કહેવાથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું. દેવિકાએ મને 5 થી 25% સુધીનું રિટર્ન આપવાની વાત કરી હતી તેણે મને આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે પણ વાત કરાવી હતી જેણે મારી પર્સનલ ડીટેલ મેળવી હતી. રાજીવ ભાઈએ કહ્યું છે કે, તા.26 ફેબ્રુઆરી થી 4 મેં સુધીના સમયગાળામાં આરોપીઓએ જુદી-જુદી લીંક મોકલી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવ 8.14 લાખ રૂપિયા પરત મોકલી 37.85 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી હતી. જેથી સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના ચક્કરમાં ટ્રાવેલ એજન્ટ ફસાયા, 37.85 લાખ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Share Market Fraud : સોશિયલ મીડિયા પર શેર માર્કેટની જાહેરાત જોઈ અંજાઈ જતા લોકો ઓનલાઈન ઠગાઈના ભોગ બનતા હોવાના વારંવાર કિસ્સાઓ બની રહ્યા છે. વડોદરામાં બનેલા આવા જ એક વધુ કિસ્સામાં ટ્રાવેલ એજન્ટ 38 લાખ ગુમાવ્યા છે. 

કલાલી રોડ પર આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાવેલનો ધંધો કરતા રાજીવભાઈ ચૌહાણે પોલીસને કહ્યું હતું કે, ગઈ તા.17મી ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર ઇન્વેસ્ટમેન્ટ અંગેની એડવર્ટાઇઝ જોઈ લિંક પર ક્લિક કરતા એક ગ્રુપ ઓપન થયું હતું જેમાં હું જોડાયો હતો. 

આ ગ્રુપની એડમીન દેવિકા રાવ હતી. આ ગ્રુપને ઓબ્ઝર્વ કરવા બાદ તા.22મી ફેબ્રુઆરીએ દેવિકાના કહેવાથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું. દેવિકાએ મને 5 થી 25% સુધીનું રિટર્ન આપવાની વાત કરી હતી તેણે મને આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે પણ વાત કરાવી હતી જેણે મારી પર્સનલ ડીટેલ મેળવી હતી. 

રાજીવ ભાઈએ કહ્યું છે કે, તા.26 ફેબ્રુઆરી થી 4 મેં સુધીના સમયગાળામાં આરોપીઓએ જુદી-જુદી લીંક મોકલી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવ 8.14 લાખ રૂપિયા પરત મોકલી 37.85 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી હતી. જેથી સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.