શેખપરમાં પિતા-પુત્રે લોખંડના પાઈપ ઝીંકી ખેતમજુરને માર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યુવકને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયો
મુળ સાયલા તાલુકાના જશાપર ગામના 36 વર્ષીય ભરતભાઈ મનજીભાઈ કટોસણા હાલ મુળી તાલુકાના શેખપર ગામની સીમમાં પિતા અને પુત્રે ભેગા મળીને ખેતમજૂર કરતા યુવકને માર માર્યો હતો. આ અંગે પિતા-પુત્ર સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મુળ સાયલા તાલુકાના જશાપર ગામના 36 વર્ષીય ભરતભાઈ મનજીભાઈ કટોસણા હાલ મુળી તાલુકાના શેખપર ગામની સીમમાં વાડી ભાગવી રાખી મજુરી કરે છે. જયારે તેમની વાડી પાસે તેમના સાઢુભાઈ મથુર વીરમભાઈ ઉઘરેજા વાડી ભાગવી રાખી ખેતમજુરી કરે છે. તા. 25-2ના રોજ સાંજે ભરતભાઈના 2 પુત્રો તેમની વાડીમાં રમતા હતા. જેમાં બોલ મથુરની વાડી ગયો હતો. આથી મથુરની વાડીમાં વાવેલ ધાણાના પાકને નુકશાન થતા તેણે આવી બન્ને બાળકોને અપશબ્દો કહ્યા હતા. આથી ભરતભાઈએ છોકરા છે, ભુલ થઈ ગઈ હશે તેમ કહેતા મથુર અને તેનો દિકરો નીલેશ ઉઘરેજાએ એક સંપ કરી ભરતભાઈને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. જેમાં ભરતભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે પિતા-પુત્ર સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી પી.એન.ઝાલા ચલાવી રહ્યા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

