શિવરંજની સોસાયટીમાંથી ડમ્પરો પસાર થતાં રહિશોના જીવને જોખમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વઢવાણ રેલવે સ્ટેશન પાસે આવેલી
સ્થાનીક રહિશોએ ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરી અન્ય રસ્તા પરથી ડમ્પર પસાર કરવાની માંગ કરી
સુરેન્દ્રનગર - વઢવાણ મેળાના મેદાન પાસે રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ શિવરંજની સોસાયટીમાં અંદાજે ૩૦થી વધુ રહેણાંક મકાનો આવેલા છે જ્યારે સોસાયટીના સીંગલ પટ્ટી રોડ પરથી દરરોજ ૨૫૦થી વધુ ઓવરલોડ ડમ્પરો પસાર થાય છે.મુસાફરોને રેલ્વે સ્ટેશન અવર-જવર માટેનો પણ આ એકમાત્ર રસ્તો છે.
સોસાયટીમાંથી દરરોજ ૩૦૦થી ૪૦૦ મુસાફરો નીકળે છે તેમજ સોસાયટીના ૩૦થી ૪૦ બાળકો દરરોજ સ્કુલે અવર-જવર કરે છે આ ઉપરાંત રોડ પર આવેલ હનુમાનજીના મંદિરે બાળકો રમતા પણ હોય છે અગાઉ પણ આ વિસ્તારમાં અકસ્માતના બે બનાવો બની ચુક્યા છે જેમાં એક યુવકનું ડમ્પરની અડફેટે મોત નીપજ્યું છે તેમજ ડમ્પર પસાર થતી વખતે ઘુળ તેમજ રજ ઉડે છે જે જેનાથી હવાનું પ્રદુષણ થાય છે સાથે સાથે સ્થાનીક રહિશોના આરોગ્ય પર ખતરો પણ રહે છે.
What's Your Reaction?






