વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિશ્વામિત્રી ટાઉનશિપ પાસે વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા કોંગ્રેસી કાર્યકરે ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થવાની ચિંતા વ્યક્ત કરી છે.
વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ વિશ્વામિત્રી ટાઉનશીપ પાસેથી ગાયકવાડી સમયનો વરસાદી કાચો કાંસ પસાર થાય છે. આ કાંસ મૂજમહુડા વિદ્યાકુંજ શાળાથી સનસિટિ સોસાયટી થઈ વિશ્વામિત્રી નદીમાં ભળે છે.
આજે કોંગ્રેસી કાર્યકરે કાંસમાં વેસ્ટ ઠાલવવા મુદ્દે વાંધો ઉઠાવી જણાવ્યું કે વરસાદી કાંસની બંને તરફ અડધો કિલોમીટરના વિસ્તારમાં કાટમાળ ઠલવાઈ રહ્યો છે, કાંસ સાંકડો થતા ચોમાસામાં મુજમહુડા ગામ, સામ્રાજ્ય અને સનસિટિ સોસાયટીઓની આસપાસનો વિસ્તાર, વિશ્વામિત્રી ટાઉનશીપ,ખિસકોલી સર્કલ, વડસર સહિતના અનેક વિસ્તારો નજીવા વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

