વડોદરામાં તરસાલી પાસે એક સાથે ચાર લક્ઝરી બસમાં આગનો બનાવ શંકાસ્પદ

Fire in Bus at Vadodara : વડોદરામાં તરસાલી બાયપાસ પાસે આદર્શ નગર નજીક ચાર લક્ઝરી બસમાં આજે સવારે અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે એક સાથે ચાર લક્ઝરી બસમાં લાગેલી આગ શંકા ઉપજાવે તેવી બાબત છે. વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલા આદર્શ નગર સામે લક્ઝરી બસના ડેપોમાં આજે સવારે પાર્ક થયેલી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એક બસમાં લાગેલી આગ આજુબાજુમાં ઊભેલી અન્ય ત્રણ બસોને પણ લપેટામાં લીધી હતી જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ સતત એક કલાક સુધી પાણીનો મારો ચાલુ રાખ્યો હતો અને આગ બુજાવવામાં સફળતા મળી હતી ભીષણ આગને કારણે બે લક્ઝરી બસ તો સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી જ્યારે અન્ય બે બસ ને ભારે નુકસાન થયું હતું. આગના બનાવ અંગે હાલમાં તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેમ જણાવવામાં આવી રહ્યું છે પરંતુ અચાનક આ રીતે એક પછી એક ચાર બસમાં આગ લાગે તે બાબત શંકા ઉપજાવે તેવી છે ખરેખર આ આગ શોર્ટ સર્કિટને કારણે થઈ છે કે પછી કોઈએ આગ લગાડી છે તે તો તપાસ કર્યા બાદ જ સાચી માહિતી બહાર આવશે તેમ માનવામાં આવે છે.

વડોદરામાં તરસાલી પાસે એક સાથે ચાર લક્ઝરી બસમાં આગનો બનાવ શંકાસ્પદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fire in Bus at Vadodara : વડોદરામાં તરસાલી બાયપાસ પાસે આદર્શ નગર નજીક ચાર લક્ઝરી બસમાં આજે સવારે અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે એક સાથે ચાર લક્ઝરી બસમાં લાગેલી આગ શંકા ઉપજાવે તેવી બાબત છે. 

વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલા આદર્શ નગર સામે લક્ઝરી બસના ડેપોમાં આજે સવારે પાર્ક થયેલી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એક બસમાં લાગેલી આગ આજુબાજુમાં ઊભેલી અન્ય ત્રણ બસોને પણ લપેટામાં લીધી હતી જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ સતત એક કલાક સુધી પાણીનો મારો ચાલુ રાખ્યો હતો અને આગ બુજાવવામાં સફળતા મળી હતી ભીષણ આગને કારણે બે લક્ઝરી બસ તો સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી જ્યારે અન્ય બે બસ ને ભારે નુકસાન થયું હતું. 

આગના બનાવ અંગે હાલમાં તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેમ જણાવવામાં આવી રહ્યું છે પરંતુ અચાનક આ રીતે એક પછી એક ચાર બસમાં આગ લાગે તે બાબત શંકા ઉપજાવે તેવી છે ખરેખર આ આગ શોર્ટ સર્કિટને કારણે થઈ છે કે પછી કોઈએ આગ લગાડી છે તે તો તપાસ કર્યા બાદ જ સાચી માહિતી બહાર આવશે તેમ માનવામાં આવે છે.