ઠાસરાથી હડમતિયાના બિસ્માર રસ્તા પર થીગડાં મારવાનું શરૂ
- અમદાવાદ- ઈન્દોર હાઈવેને જોડતા- દરખાસ્ત થયેલી હોવાથી 22 કિલોમીટરનો રસ્તો નવો બનાવવા 30 ગામના લોકોની માંગઠાસરા : અમદાવાદ ઈન્દોર હાઈવેને જોડતો ઠાસરાથી હડમતિયા તરફનો રસ્તો પૂરના લીધે બિસ્માર બન્યો છે. જ્યાં બે દિવસથી થીગડાં મારવાની કામગીરી માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા ચાલી રહી છે. ત્યારે દરખાસ્ત થયેલી હોવાથી ૨૨ કિલોમીટરનો રસ્તો નવો બનાવવા ૩૦ ગામોના લોકોની માંગણી ઉઠી છે.અમદાવાદ ઈન્દોર હાઈવેને જોડતો ઠાસરા તાલુકા મથકેથી હડમતિયા તરફનો રસ્તો તાજેતરમાં પડેલા ભારે વરસાદના લીધે બિસ્માર બન્યો છે. અહીં શેઢી નદીના પૂરના પાણી ચાર દિવસ સુધી વહેતા ડામર રોડ પર મોટા ખાડા પડી ગયા છે. જ્યારે કોસમ ગામથી ફેરકુવા સુધીને બે કિલોમીટરના રોડ ઉપર તો ડામનું નામો નિશાન રહ્યું નથી. આ બિસ્માર રસ્તા પરથી બળિયાદેવ, ફેરકુવા, કોસમ, વાડદ, દેરોલિયા, જરગાલ, વાંઘરોલી અને હડમતિયાના ગ્રામજનોનો વાહન વ્યવહાર સતત શરૂ જ હોય છે. ત્યારે હાલ માર્ગ અને મકાન સ્ટેટ દ્વારા બે દિવસથી રોડ ઉપર થીગડાં મારવાની કામગીરી ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ હડમતિયાથી વાયા વાડદ થઇ ઠાસરા આવતો આશરે ૨૨ કિલોમીટરનો રસ્તો નવો બનાવવાની દરખાસ્ત થયેલી છે. ત્યારે રોડ ઉપર થીકડાં મારવાથી વાહન ચાલકો સહિત ગ્રામજનોની હાલાકીનો અંત આવશે નહીં. જેથી નવેસરથી આ ખખડધજ રસ્તો ક્યારે બનશે તેવી ૩૦થી વધુ ગામોની માંગણી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમદાવાદ- ઈન્દોર હાઈવેને જોડતા
- દરખાસ્ત થયેલી હોવાથી 22 કિલોમીટરનો રસ્તો નવો બનાવવા 30 ગામના લોકોની માંગ
અમદાવાદ ઈન્દોર હાઈવેને જોડતો ઠાસરા તાલુકા મથકેથી હડમતિયા તરફનો રસ્તો તાજેતરમાં પડેલા ભારે વરસાદના લીધે બિસ્માર બન્યો છે. અહીં શેઢી નદીના પૂરના પાણી ચાર દિવસ સુધી વહેતા ડામર રોડ પર મોટા ખાડા પડી ગયા છે. જ્યારે કોસમ ગામથી ફેરકુવા સુધીને બે કિલોમીટરના રોડ ઉપર તો ડામનું નામો નિશાન રહ્યું નથી. આ બિસ્માર રસ્તા પરથી બળિયાદેવ, ફેરકુવા, કોસમ, વાડદ, દેરોલિયા, જરગાલ, વાંઘરોલી અને હડમતિયાના ગ્રામજનોનો વાહન વ્યવહાર સતત શરૂ જ હોય છે. ત્યારે હાલ માર્ગ અને મકાન સ્ટેટ દ્વારા બે દિવસથી રોડ ઉપર થીગડાં મારવાની કામગીરી ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ હડમતિયાથી વાયા વાડદ થઇ ઠાસરા આવતો આશરે ૨૨ કિલોમીટરનો રસ્તો નવો બનાવવાની દરખાસ્ત થયેલી છે. ત્યારે રોડ ઉપર થીકડાં મારવાથી વાહન ચાલકો સહિત ગ્રામજનોની હાલાકીનો અંત આવશે નહીં. જેથી નવેસરથી આ ખખડધજ રસ્તો ક્યારે બનશે તેવી ૩૦થી વધુ ગામોની માંગણી છે.