વડોદરામાં જળ શક્તિ અભિયાન કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતા અને કોર્પોરેટર સમક્ષ સ્થાનિક રહીશોનો રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા શહેરમાં જળ શક્તિ અભિયાન અંતર્ગત આજે કારેલીબાગ વિસ્તારમાં ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે આજુબાજુના સ્થાનિક રહીશોએ ભાજપના નેતા મનોજ પટેલ (મંછો)અને કોર્પોરેટર બંદીશ શાહ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી કે આ કામગીરીમાં જે પાઇપો નાખી છે તે જ ચોકઅપ થઈ ગઈ છે ત્યારે આ પોન્ડ બનાવવાનો કોઈ અર્થ નથી અને જ્યારે પાણી ભરાય છે ત્યારે કોઈ દેખાતું નથી તે સામે ભાજપના કોર્પોરેટર બંધી શાહે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણી ભરાઈ નહીં તે માટેના અમારા પ્રયત્નો રહેલા છે ચોમાસા સમયે પણ કામગીરી કરી છે.
શહેરમાં આવેલા પૂર સમયે ભાજપના નેતાઓ પ્રજાની મદદથી આવ્યા જ નથી અને કોઇ કામગીરી કરવામાં આવતી નથી તેવી અગાઉ અવારનવાર ફરીયાદો થઈ હતી.
આજે વડોદરા ભાજપ દ્વારા જળશક્તિ અભિયાન કાર્યક્રમ કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડની બાજુમાં આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વડોદરામાં સૌ પ્રથમ “સ્પોન્જ પોન્ડ” નું ઉદ્ઘાટન અને “હોમ કંમ્પોસ્ટ કીટ" વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
What's Your Reaction?






