વડોદરામાં છાણી જકાતનાકાના મેડિકલ સ્ટોરમાંથી કેશ ઉઠાવી જનાર રીઢો ગુનેગાર પકડાયો

Theft Case in Vadodara : વડોદરા છાણી વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાંથી રોકડ ઉઠાવી જનાર બે ગઠીયા પૈકી એક રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યો છે.છાણી જકાતનાકા પાસે મેડિકલ સ્ટોર ધરાવતા દુકાનદાર એક મિટિંગમાં ગયા હતા તે વખતે દુકાનમાં કામ કરતા મુકેશભાઈ પાસે ઇન્જેક્શન લેવા માટે બે યુવકો આવ્યા હતા. આ વખતે મુકેશભાઈની નજર ચૂકવી એક જગ્યાએ ગલ્લામાંથી રૂ.22,000 ઉઠાવી લીધા હતા. જે બનાવમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચએ સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સના આધારે આજવા બહાર કોલોનીમાં રહેતા અને 15 જેટલા ગુનામાં સંડોવાયેલા હારુન ઘાંચીને ઝડપી પાડ્યો હતો.જ્યારે તેના સાગરીત જાફર ઘાંચી હાલમાં જ બાપોદ પોલીસના હાથે લૂંટના ગુનામા પકડાયો છે.

વડોદરામાં છાણી જકાતનાકાના મેડિકલ સ્ટોરમાંથી કેશ ઉઠાવી જનાર રીઢો ગુનેગાર પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Theft Case in Vadodara : વડોદરા છાણી વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાંથી રોકડ ઉઠાવી જનાર બે ગઠીયા પૈકી એક રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યો છે.

છાણી જકાતનાકા પાસે મેડિકલ સ્ટોર ધરાવતા દુકાનદાર એક મિટિંગમાં ગયા હતા તે વખતે દુકાનમાં કામ કરતા મુકેશભાઈ પાસે ઇન્જેક્શન લેવા માટે બે યુવકો આવ્યા હતા. 

આ વખતે મુકેશભાઈની નજર ચૂકવી એક જગ્યાએ ગલ્લામાંથી રૂ.22,000 ઉઠાવી લીધા હતા. જે બનાવમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચએ સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સના આધારે આજવા બહાર કોલોનીમાં રહેતા અને 15 જેટલા ગુનામાં સંડોવાયેલા હારુન ઘાંચીને ઝડપી પાડ્યો હતો.

જ્યારે તેના સાગરીત જાફર ઘાંચી હાલમાં જ બાપોદ પોલીસના હાથે લૂંટના ગુનામા પકડાયો છે.