વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આવે તે માટે કન્સલ્ટન્ટ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરશે

Vadodara Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો નંબર આગળ આવે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ કન્સલ્ટન્ટ દ્વારા ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. વડોદરા કોર્પોરેશનના 19 વહીવટી વોર્ડ છે. દરેક વહીવટી વોર્ડમાં કન્સલ્ટન્ટનો એક કર્મચારી બેસશે અને સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડ મુજબ સ્વચ્છતાની જે કાર્યવાહી થઈ રહી છે તેનું મોનિટરિંગ કરશે અને જ્યાં ક્યાંય ક્ષતિ જણાશે તેની સામે સુધારા વધારા પણ સૂચવશે. જોકે કોર્પોરેશન પાસે હાલમાં સ્વચ્છતાની કામગીરી માટે સ્ટાફ અપૂરતો છે, ત્યારે માપદંડ મુજબ સ્વચ્છતાની કામગીરી કઈ રીતે થઈ શકશે તે પ્રશ્ન છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા તા.10-07-2023નાં રોજ "સ્વચ્છ સર્વેક્ષણ-2024" ની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં કુલ 9500 માર્કસનું મૂલ્યાંકન કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો નંબર આવે તે માટે ઈન્દોરની કન્સલ્ટિંગ એજન્સી 1.16 કરોડના ખર્ચે નિયુક્ત કરવા દરખાસ્ત તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સર્વેક્ષણમાં કચરો એકત્રીત કરવો, કચરાનું પ્રોસેસિંગ, નિકાલ, ગાર્બેજ ફ્રી સીટી ,સીટીઝન ફીડબેક, સ્વચ્છતા એપ, અને સ્થાયી સ્વચ્છતાના પેરામીટર્સ ગણતરીમાં લેવાય છે.

વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આવે તે માટે કન્સલ્ટન્ટ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો નંબર આગળ આવે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ કન્સલ્ટન્ટ દ્વારા ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. વડોદરા કોર્પોરેશનના 19 વહીવટી વોર્ડ છે. દરેક વહીવટી વોર્ડમાં કન્સલ્ટન્ટનો એક કર્મચારી બેસશે અને સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડ મુજબ સ્વચ્છતાની જે કાર્યવાહી થઈ રહી છે તેનું મોનિટરિંગ કરશે અને જ્યાં ક્યાંય ક્ષતિ જણાશે તેની સામે સુધારા વધારા પણ સૂચવશે. જોકે કોર્પોરેશન પાસે હાલમાં સ્વચ્છતાની કામગીરી માટે સ્ટાફ અપૂરતો છે, ત્યારે માપદંડ મુજબ સ્વચ્છતાની કામગીરી કઈ રીતે થઈ શકશે તે પ્રશ્ન છે.

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા તા.10-07-2023નાં રોજ "સ્વચ્છ સર્વેક્ષણ-2024" ની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં કુલ 9500 માર્કસનું મૂલ્યાંકન કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો નંબર આવે તે માટે ઈન્દોરની કન્સલ્ટિંગ એજન્સી 1.16 કરોડના ખર્ચે નિયુક્ત કરવા દરખાસ્ત તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સર્વેક્ષણમાં કચરો એકત્રીત કરવો, કચરાનું પ્રોસેસિંગ, નિકાલ, ગાર્બેજ ફ્રી સીટી ,સીટીઝન ફીડબેક, સ્વચ્છતા એપ, અને સ્થાયી સ્વચ્છતાના પેરામીટર્સ ગણતરીમાં લેવાય છે.