વડોદરાની બ્લેક સ્પોટ કપુરાઈ ચોકડી પાસે અકસ્માતનો ગ્રાફ ચિંતાજનક બન્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ જામ્બુવા જીઈબી કટ, કપુરાઇ બ્રિજ પાસે , એપીએમસી માર્કેટ સામે, દુમાડ ચોકડી, રણોલી ચોકડી અને સહિતના બ્લેક સ્પોટ આઇડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. જેમાં કપુરાઈ ચોકડી પાસે જીવલેણ અકસ્માતનો ગ્રાફ સતત વધી રહ્યો છે.
પાછલા ગણતરીના દિવસોમાં સર્જાયેલ અકસ્માતની મળતી વિગતો પ્રમાણે, બે દિવસ અગાઉ કપૂરાઈ ચોકડી પાસે રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રેલરમાં છોટા હાથી ટેમ્પો ઘુસી જતા એકનું મોત નીપજ્યું હતું. જૂન મહિના દરમ્યાન એકટીવા સવાર દંપતિને આઇસરે ટેમ્પોએ અડફેટે લેતા બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જૂન મહિના દરમ્યાન કપુરાઈ ચોકડી પાસે પીકઅપ ગાડીએ બે એકટીવા ચાલકને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું.
What's Your Reaction?






