વડોદરાના વાઘોડિયા બ્રિજ ઉપર મોટો અકસ્માત: એક્ટિવા સવાર દંપતિને આઈસર ટેમ્પોએ અડફેટે લેતા બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

Jun 22, 2025 - 19:30
વડોદરાના વાઘોડિયા બ્રિજ ઉપર મોટો અકસ્માત: એક્ટિવા સવાર દંપતિને આઈસર ટેમ્પોએ અડફેટે લેતા બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ ઉપર એક્ટિવા સવાર દંપતિને પૂરપાટ ઝડપે દોડી રહેલ આઇસર ટેમ્પોના ચાલકે અડફેટે લેતા દંપતિનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભાઈ ભાભીનું મોત નિપજાવનાર ટ્રકચાલક વિરુદ્ધ બહેનની ફરિયાદના આધારે કપૂરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર આવેલ નારાયણ સ્કૂલ નજીક આદિત્ય ઓર્બીટમાં રહેતા અને એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા લલીતભાઈ મુરલીધર ભંગાલે વહેલી સવારે બાપોદ ખાતેની એસએસવી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી કરતી પત્ની રૂજુદાને બાપોદ ખાતે શાળામાં નોકરી પર મૂકવા જવા માટે એકટીવા લઈ નીકળ્યા હતા. તે સમયે વાઘોડિયા બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ એક આયશર ટ્રકના ચાલકે દંપતીને અડફેટ લેતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ બંનેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. દંપતીને સંતાનમાં બે પુત્ર છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0