વડોદરાના માંજલપુરમાં રોયલ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું, સાત યુવતીઓને છોડાવી

Spa Crime in Vadodara : વડોદરામાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાના વારંવાર બનાવો સામે આવી રહ્યા છે ત્યારે માંજલપુર વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં રોયલ સ્પાના નામે ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.તુલસીધામ ચાર રસ્તા પાસે મણીનગર સોસાયટી નજીક આવેલા લિલેરિયા પેરામાઉન્ટ નામના કોમ્પ્લેક્સમાં ધ રોયલ રીચ સ્પાના નામે છોટાઉદેપુરના બોડેલી ખાતે રહેતો તોફિક ઈસ્માઈલ ખત્રી પરપ્રાંતિય યુવતીઓને બોલાવી રૂ.1200 થી રૂ.1500ની એન્ટ્રી લઈ ત્યારબાદ ત્રણ થી ચાર હજાર રૂપિયામાં દેહવ્યાપારનો સોદો કરતો હોવાની વિગતો મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ વોચ રાખી દરોડો પાડયો હતો. પોલીસને કુટણખાનું ચાલતું હોવાની માહિતીને સમર્થન મળ્યું હતું અને સ્પા સેન્ટરમાંથી સાત પરપ્રાંતીય યુવતીઓ મળી આવતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે શબાના ઉર્ફે કાજલ નામની સરદાર એસ્ટેટ આજવારોડ નજીક રહેતી મૂળ મુંબઈની મેનેજરને ઝડપી પાડી સંચાલક તૌફીકને વોન્ટેડ જાહેર કર્યો છે.

વડોદરાના માંજલપુરમાં રોયલ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું, સાત યુવતીઓને છોડાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Spa Crime in Vadodara : વડોદરામાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાના વારંવાર બનાવો સામે આવી રહ્યા છે ત્યારે માંજલપુર વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં રોયલ સ્પાના નામે ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

તુલસીધામ ચાર રસ્તા પાસે મણીનગર સોસાયટી નજીક આવેલા લિલેરિયા પેરામાઉન્ટ નામના કોમ્પ્લેક્સમાં ધ રોયલ રીચ સ્પાના નામે છોટાઉદેપુરના બોડેલી ખાતે રહેતો તોફિક ઈસ્માઈલ ખત્રી પરપ્રાંતિય યુવતીઓને બોલાવી રૂ.1200 થી રૂ.1500ની એન્ટ્રી લઈ ત્યારબાદ ત્રણ થી ચાર હજાર રૂપિયામાં દેહવ્યાપારનો સોદો કરતો હોવાની વિગતો મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ વોચ રાખી દરોડો પાડયો હતો. 

પોલીસને કુટણખાનું ચાલતું હોવાની માહિતીને સમર્થન મળ્યું હતું અને સ્પા સેન્ટરમાંથી સાત પરપ્રાંતીય યુવતીઓ મળી આવતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે શબાના ઉર્ફે કાજલ નામની સરદાર એસ્ટેટ આજવારોડ નજીક રહેતી મૂળ મુંબઈની મેનેજરને ઝડપી પાડી સંચાલક તૌફીકને વોન્ટેડ જાહેર કર્યો છે.