લૂંટારૂઓ માત્ર ડિસ્પ્લેમાં મુકેલા દાગીના લૂંટતા રૂ.૪.૮૦ કરોડનું સોનું બચી ગયું
અમદાવાદ,શુક્રવાર શહેરના સાઉથ બોપલમાં મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ પ્રાઇમ એપાર્ટમેન્ટ સ્થિત કનકપુરા જ્વેલર્સ નામની શોપમાંથી ગુરૂવારે બપોરના સમયે ચાર લાકોએ હથિયાર બતાવીને ૭૩ લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી. આ કેેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ જોડાઇ છે. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ એવી લૂંટારૂઓ જ્યારે આવ્યા ત્યારે દુકાનમાં રૂપિયા ૪.૮૦ કરોડ રૂપિયાના સોનાના દાગીના પણ હતા. પરંતુ, લૂંટારૂઓએ માત્ર ડિસ્પ્લેમાં રહેલા દાગીનાની લૂંટ કરતા ડ્રોઅરમાં મુકેલા કરોડો રૂપિયાના દાગીના લૂંટાતા બચી ગયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
શહેરના સાઉથ બોપલમાં મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ પ્રાઇમ એપાર્ટમેન્ટ સ્થિત કનકપુરા જ્વેલર્સ નામની શોપમાંથી ગુરૂવારે બપોરના સમયે ચાર લાકોએ હથિયાર બતાવીને ૭૩ લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી. આ કેેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ જોડાઇ છે. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ એવી લૂંટારૂઓ જ્યારે આવ્યા ત્યારે દુકાનમાં રૂપિયા ૪.૮૦ કરોડ રૂપિયાના સોનાના દાગીના પણ હતા. પરંતુ, લૂંટારૂઓએ માત્ર ડિસ્પ્લેમાં રહેલા દાગીનાની લૂંટ કરતા ડ્રોઅરમાં મુકેલા કરોડો રૂપિયાના દાગીના લૂંટાતા બચી ગયા હતા.