'રોડ નહીં તો વોટ નહીં...', પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ એક તરફ રાજકીય ગરમાટો વ્યાપી ગયો છે તો બીજી તરફ ચૂંટણી વેળા વિકાસના કામો અંગે આશ્વાસન આપતા નેતાઓ સામે વિરોધ ઉઠ્યો છે. પારડી તાલુકાના ગોયમા ગામે છેલ્લા અઢી દાયકાથી મીઢોળી ફળિયામાં પાકો રસ્તો નહી બનતા ઠેરઠેર રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. તો બીજી તરફ ચૂંટણી જાહેર થતાં જ વિકાસના કામો અંગે વચનો આપનારા નેતા અને પક્ષ સામે લોકોમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. પારડી તાલુકાના ગોયમા ગામે મીઢોળી ફળિયામાં વર્ષોથી લોકો કાચા રસ્તાને કારણે આવાગમન કરવામાં પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

