રૃદરપુરામાં પત્ની સાથે આડાસંબંધ રાખનારની હત્યા કરનાર પતિના જામીન રદ

 સુરતઆરોપી ધર્મેશ કહારને  જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવનાને ધ્યાને લઈ કોર્ટે જામીન નકાર્યા     પોતાની પત્ની સાથે આડાસંબંધ રાખનારને મૂઢ માર મારી હત્યા કરવાના કેસમાં અઠવા પોલીસે જેલભેગા કરેલા આરોપીની નિયમિત જામીનની માંગ કરતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે નકારી કાઢી છે.રૃદરપુરા કુબેરદાસની વાડીમાં રહેતા 49 વર્ષીય આરોપી ધર્મેશ જશવંતભાઈ કહારે પોતાની પત્ની સાથે આડાસંબંધ ધરાવનાર દિપેશ સંજયભાઈ રાઠોડને મુઢ માર મારીને મોત નિપજાવી હત્યા કરી હતી.જે અંગે અઠવા પોલીસે હત્યાના ગુનામાં આરોપી ધર્મેશ કહારની ગઈ તા. 3-7-24ના રોજ ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જેલકસ્ટડીમાં મોકલી આપ્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે હાલના આરોપી તથા અન્ય આરોપી સગા ભાઈઓ છે.ચાર્જશીટ રજુ થઈ ગયું હોઈ આરોપી સામે કોઈ પુરાવો નથી.સૌપ્રથમ અકસ્માત મોતજાહેર થયા બાદ પીએમ થતાં સુધી આરોપીના નામ ખુલ્યા નહોતા.મરણ જનારને હર્ષદભાઈની પત્ની સાથે પ્રેમસંબંધની શંકાના આધારે માર માર્યાની ફરિયાદ છે.હાલના આરોપીએ ઢીકાપાટુનો માર માર્યો હોઈ હત્યાનો ઈરાદો ન હોઈ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ હત્યા જેવા ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.સાક્ષી જીતુભાઈએ બનાવને નજરે જોયેલો હોઈ આરોપીને જામીન આપવાથી ફરિયાદી તથા સાક્ષી સાથે સુલેહ શાંતિનો ભંગ કરેકરાવે તેવી સંભાવના છ

રૃદરપુરામાં પત્ની સાથે આડાસંબંધ રાખનારની હત્યા કરનાર પતિના જામીન  રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 

સુરત

આરોપી ધર્મેશ કહારને  જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવનાને ધ્યાને લઈ કોર્ટે જામીન નકાર્યા

     

પોતાની પત્ની સાથે આડાસંબંધ રાખનારને મૂઢ માર મારી હત્યા કરવાના કેસમાં અઠવા પોલીસે જેલભેગા કરેલા આરોપીની નિયમિત જામીનની માંગ કરતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે નકારી કાઢી છે.

રૃદરપુરા કુબેરદાસની વાડીમાં રહેતા 49 વર્ષીય આરોપી ધર્મેશ જશવંતભાઈ કહારે પોતાની પત્ની સાથે આડાસંબંધ ધરાવનાર દિપેશ સંજયભાઈ રાઠોડને મુઢ માર મારીને મોત નિપજાવી હત્યા કરી હતી.જે અંગે અઠવા પોલીસે હત્યાના ગુનામાં આરોપી ધર્મેશ કહારની ગઈ તા. 3-7-24ના રોજ ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જેલકસ્ટડીમાં મોકલી આપ્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે હાલના આરોપી તથા અન્ય આરોપી સગા ભાઈઓ છે.ચાર્જશીટ રજુ થઈ ગયું હોઈ આરોપી સામે કોઈ પુરાવો નથી.સૌપ્રથમ અકસ્માત મોતજાહેર થયા બાદ પીએમ થતાં સુધી આરોપીના નામ ખુલ્યા નહોતા.મરણ જનારને હર્ષદભાઈની પત્ની સાથે પ્રેમસંબંધની શંકાના આધારે માર માર્યાની ફરિયાદ છે.હાલના આરોપીએ ઢીકાપાટુનો માર માર્યો હોઈ હત્યાનો ઈરાદો ન હોઈ જામીન આપવા માંગ કરી હતી.

જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ હત્યા જેવા ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.સાક્ષી જીતુભાઈએ બનાવને નજરે જોયેલો હોઈ આરોપીને જામીન આપવાથી ફરિયાદી તથા સાક્ષી સાથે સુલેહ શાંતિનો ભંગ કરેકરાવે તેવી સંભાવના છ