Jamnagar યાર્ડમાં નવી મગફળીની 15 દિવસમાં આવક 30 હજાર ગુણી

જામનગર શહેરના હાપા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં હાલાર પંથકના ખેડૂતો પોતાની મગફળી વેચાણ અર્થે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ મગફળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. હાપા માર્કેટ યાર્ડમાં 30 હજાર મગફળીની ગુણીની આવક થઈ છે. તો બીજી તરફ તામિલનાડુના વેપારીઓ માટે હાપા માર્કેટિંગ યાર્ડ ફેવરિટ બની ગયું છે. જામનગરની મગફળીની સારી ગુણવત્તાને કારણે તેઓ હજારો કિમી દૂરથી અહીં મગફળી ખરીદવા આવે છે. બજારમાં મગફળીના ભાવ મણ દીઠ 2300 સુધી પહોંચ્યા આ વર્ષે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ થઇ રહી છે. હાપા યાર્ડમાં મગફળીની સીઝન શરુ થતા જ દિવસે-દિવસે મગફળીની આવક થઇ રહી છે. ત્યારે તામિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે. જામનગર જિલ્લાની 9 નંબર અને 66 નંબરની મગફળી ખુબ જ જાણીતી છે. જે મગફળીના ભાવ ખેડૂતોને અન્ય યાર્ડ કરતા જામનગર યાર્ડમાં સારા અને ઉંચા મળી રહ્યાં છે. જેથી મગફળીની ગુણવત્તાને કારણે અન્ય રાજ્યમાંથી વેપારીઓ જામનગર ખરીદી કરવા માટે આવી રહ્યા છે. મગફળીના ભાવ રૂ.1000થી લઇ 2300 સુધી મળી રહ્યા છે તમિલનાડુના વેપારીઓ અહીંથી મગફળી લઇ ગયા બાદ તેના બીનું વાવેતર ત્યાની આબોહવા પ્રમાણે કરે છે, ખાસ કરીને જામનગર તાલુકામાં ઉત્પન્ન થતી 9 નંબર અને 66 નંબરની મગફળીની ડીમાંડ તમિલનાડુના વેપારીઓમાં જબરી રહે છે. તમિલનાડુના વેપારીઓ અહીંથી આ ઉચ્ચ ક્વોલીટીની મગફળી તમિલનાડુ લઇ ગયા બાદ ત્યાના ખેડૂતો પણ અહીંની મગફળીના બીનું બિયારણ તરીકે વાવેતર કરી ઉપજ મેળવે છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ભાવ રૂ.1000થી લઇ 2300 સુધી મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં અન્ય માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ રૂ.800 થી લઇ 1200 સુધીનો ભાવ ખેડૂતોને મળે છે. જે આટલો ઉંચો ભાવ એક પણ યાર્ડમાં ખેડૂતોને મળતો નથી. ખેડૂતોને મગફળીનો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સારા ભાવ આપવા માટે જાણીતું છે. એક તરફ ચોમાસુ સારું જતાં જ સારું ઉત્પાદન થવાની વેપારીઓ આશા છે તો બીજી બાજુ ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા સેવાઈ રહી છે. જામનગરમાં તામિલનાડુથી આવતા વેપારીઓને કારણે સ્થાનિક ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળી રહે છે. આમ ખેડૂતોને મગફળીનો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે. ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો જામનગર મગફળી વહેંચીને ખુશ થયા છે. જેના કારણે આગામી તહેવાર પણ ખેડૂતો સારી રીતે મનાવી શકશે તેમ જણાવી રહ્યાં છે.

Jamnagar યાર્ડમાં નવી મગફળીની 15 દિવસમાં આવક 30 હજાર ગુણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર શહેરના હાપા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં હાલાર પંથકના ખેડૂતો પોતાની મગફળી વેચાણ અર્થે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ મગફળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. હાપા માર્કેટ યાર્ડમાં 30 હજાર મગફળીની ગુણીની આવક થઈ છે. તો બીજી તરફ તામિલનાડુના વેપારીઓ માટે હાપા માર્કેટિંગ યાર્ડ ફેવરિટ બની ગયું છે. જામનગરની મગફળીની સારી ગુણવત્તાને કારણે તેઓ હજારો કિમી દૂરથી અહીં મગફળી ખરીદવા આવે છે.


બજારમાં મગફળીના ભાવ મણ દીઠ 2300 સુધી પહોંચ્યા

આ વર્ષે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ થઇ રહી છે. હાપા યાર્ડમાં મગફળીની સીઝન શરુ થતા જ દિવસે-દિવસે મગફળીની આવક થઇ રહી છે. ત્યારે તામિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે. જામનગર જિલ્લાની 9 નંબર અને 66 નંબરની મગફળી ખુબ જ જાણીતી છે. જે મગફળીના ભાવ ખેડૂતોને અન્ય યાર્ડ કરતા જામનગર યાર્ડમાં સારા અને ઉંચા મળી રહ્યાં છે. જેથી મગફળીની ગુણવત્તાને કારણે અન્ય રાજ્યમાંથી વેપારીઓ જામનગર ખરીદી કરવા માટે આવી રહ્યા છે.


મગફળીના ભાવ રૂ.1000થી લઇ 2300 સુધી મળી રહ્યા છે

તમિલનાડુના વેપારીઓ અહીંથી મગફળી લઇ ગયા બાદ તેના બીનું વાવેતર ત્યાની આબોહવા પ્રમાણે કરે છે, ખાસ કરીને જામનગર તાલુકામાં ઉત્પન્ન થતી 9 નંબર અને 66 નંબરની મગફળીની ડીમાંડ તમિલનાડુના વેપારીઓમાં જબરી રહે છે. તમિલનાડુના વેપારીઓ અહીંથી આ ઉચ્ચ ક્વોલીટીની મગફળી તમિલનાડુ લઇ ગયા બાદ ત્યાના ખેડૂતો પણ અહીંની મગફળીના બીનું બિયારણ તરીકે વાવેતર કરી ઉપજ મેળવે છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ભાવ રૂ.1000થી લઇ 2300 સુધી મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં અન્ય માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ રૂ.800 થી લઇ 1200 સુધીનો ભાવ ખેડૂતોને મળે છે. જે આટલો ઉંચો ભાવ એક પણ યાર્ડમાં ખેડૂતોને મળતો નથી.


ખેડૂતોને મગફળીનો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સારા ભાવ આપવા માટે જાણીતું છે. એક તરફ ચોમાસુ સારું જતાં જ સારું ઉત્પાદન થવાની વેપારીઓ આશા છે તો બીજી બાજુ ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા સેવાઈ રહી છે. જામનગરમાં તામિલનાડુથી આવતા વેપારીઓને કારણે સ્થાનિક ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળી રહે છે.

આમ ખેડૂતોને મગફળીનો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે. ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો જામનગર મગફળી વહેંચીને ખુશ થયા છે. જેના કારણે આગામી તહેવાર પણ ખેડૂતો સારી રીતે મનાવી શકશે તેમ જણાવી રહ્યાં છે.