રૂપાલા મામલે વિવાદ વકર્યો હવે ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં રથ પ્રચાર કરશે

શક્તિપીઠ અંબાજી, કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે મઢ ઝાલાવાડની જનેતા માં શક્તિ ધામથી રથ નીકળશે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નિવાસસ્થાને મળી હતી બેઠક પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળી રહ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજની આંદોલન માટેની નવી રણનીતિ બનાવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રચાર રથ કાઢવામાં આવશે તેવી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નિવાસસ્થાને બેઠક મળી હતી. જે બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે. આ માટે શક્તિપીઠ અંબાજી, કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે. મઢ ઝાલાવાડની જનેતા માં શક્તિ ધામથી રથ નીકળશે. બેઠકમાં આગેવાનો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.ભાજપ અહમનો મુદ્દો બનાવી રહી છે : શંકરસિંહ આ સાથે જ શંકરસિંહએ જણાવ્યું કે, આગેવાનો મળવા માટે આવ્યા છે. પરંતુ હવે ભાજપે નક્કી કરવાનું છે આગળ શું કરવું જોઇએ. ભાજપ સમજીને સમાજની માગણી માની લે તો સારું. આ સાથે જ રૂપાલા મામલે કોંગ્રેસ-ભાજપના વિવાદ પર શંકરસિંહ કહ્યું કે, આ ભાજપ - કોંગ્રેસની વાત નથી. ભાજપ અહમનો મુદ્દો બનાવી રહી છે. જ્યારે શંકરસિંહ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, 24 કલાકમાં પરિણામ નહીં આવે તો આગળની રણનીતિ બનાવીશું. ભાજપના આગેવાનો અંદરથી દુઃખી છે, બોલી શકતા નથી. જે સ્થિતિ પેદા થશે તેની જવાબદારી ભાજપની રહેશે. આ બહેન - દિકરીઓનો મુદ્દો છે. આ સાથે જ ક્ષત્રિય સમાજ પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે. ગાંધીનગરમાં પણ બેઠક મળી હતીઆ તરફ પરશોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે. જેના બાદ હવે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરશોત્તમ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે પણ રૂપાલા સાથે બંધ બારણે બેઠક કરી છે. 

રૂપાલા મામલે વિવાદ વકર્યો હવે ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં રથ પ્રચાર કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શક્તિપીઠ અંબાજી, કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે
  • મઢ ઝાલાવાડની જનેતા માં શક્તિ ધામથી રથ નીકળશે
  • પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નિવાસસ્થાને મળી હતી બેઠક

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળી રહ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજની આંદોલન માટેની નવી રણનીતિ બનાવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રચાર રથ કાઢવામાં આવશે તેવી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નિવાસસ્થાને બેઠક મળી હતી. જે બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે. આ માટે શક્તિપીઠ અંબાજી, કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે. મઢ ઝાલાવાડની જનેતા માં શક્તિ ધામથી રથ નીકળશે. બેઠકમાં આગેવાનો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.

ભાજપ અહમનો મુદ્દો બનાવી રહી છે : શંકરસિંહ

આ સાથે જ શંકરસિંહએ જણાવ્યું કે, આગેવાનો મળવા માટે આવ્યા છે. પરંતુ હવે ભાજપે નક્કી કરવાનું છે આગળ શું કરવું જોઇએ. ભાજપ સમજીને સમાજની માગણી માની લે તો સારું. આ સાથે જ રૂપાલા મામલે કોંગ્રેસ-ભાજપના વિવાદ પર શંકરસિંહ કહ્યું કે, આ ભાજપ - કોંગ્રેસની વાત નથી. ભાજપ અહમનો મુદ્દો બનાવી રહી છે.

જ્યારે શંકરસિંહ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, 24 કલાકમાં પરિણામ નહીં આવે તો આગળની રણનીતિ બનાવીશું. ભાજપના આગેવાનો અંદરથી દુઃખી છે, બોલી શકતા નથી. જે સ્થિતિ પેદા થશે તેની જવાબદારી ભાજપની રહેશે. આ બહેન - દિકરીઓનો મુદ્દો છે. આ સાથે જ ક્ષત્રિય સમાજ પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે. 

ગાંધીનગરમાં પણ બેઠક મળી હતી

આ તરફ પરશોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે. જેના બાદ હવે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરશોત્તમ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે પણ રૂપાલા સાથે બંધ બારણે બેઠક કરી છે.