રૂપાલા મામલે રાજસ્થાનના EX CM અશોક ગહેલોતે કહ્યું,આવુ નિવેદન યોગ્ય નથી

કોઈની લાગણી દુભાય તેવા શબ્દો ન કહેવા જોઈએ : અશોક ગહેલોત ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે પણ ટિપ્પણી કરતા કહ્યું કે આ મોટુ કૌભાંડ છે : અશોક ગહેલોત કોઈ પણ સમાજ વિશે કઈ પણ બોલવું એ કોઈ માટે યોગ્ય નથી : અશોક ગહેલોત રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે અમદાવાદના મહેમાન બન્યા હતા, અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા ગહેલોતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી હતી અને માર્મિક ટકોર કરી હતી. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તેમનું આગમન થયું ત્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.વાતચીત દરમિયાન અશોક ગેહલોતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જણાવ્યું હતું કે,આવું કહેવું તો યોગ્ય નથી, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો ન કહેવા જોઈએ. ઈલેકટ્રો બોન્ડ વિશે શું કહ્યું દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરોધમાં ચાલી રહેલા આંદોલન વિશે અશોક ગહલોતને પૂછવામાં આવ્યું તો તેમણે આ બાબતે ખાસ ટિપ્પણી ન કરતા ફક્ત એટલું જણાવ્યું હતું કે, કોઈ પણ નેતાએ કોઈપણ સમાજને અથવા કોઈપણ વ્યક્તિની ભાવનાઓને હાનિ પહોંચે તેવી ટિપ્પણી ન કરવી જોઈએ. આટલું કહીને આ મુદ્દાને ટાળી દીધો હતો. તથા ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે પણ ટિપ્પણી કરતા કહ્યું કે આ ભારતનું જ નહીં પરંતુ દુનિયાનો સૌથી મોટું કૌભાંડ છે. પ્રચાર શરૂ મહત્વપૂર્ણ છે કે ગુજરાત પ્રવાસ દરમિયાન અશોક ગેહલોત આવતીકાલે 8 એપ્રિલે બનાસકાંઠાના ડીસાની પણ મુલાકાત લેવાના છે તેમજ અમદાવાદમાં વસતા રાજસ્થાનની સમાજના લોકો સાથે પણ સંવાદ કરવાના છે.ડીસાના માલગઢ ખાતે માળી સમાજના આગેવાનો સાથે કરશે બેઠક. આવતીકાલે બપોરે 12:00 કલાકે અશોક ગેહલોત સાથે પ્રચારમાં જોડાશે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર સાથે.

રૂપાલા મામલે રાજસ્થાનના EX CM અશોક ગહેલોતે કહ્યું,આવુ નિવેદન યોગ્ય નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોઈની લાગણી દુભાય તેવા શબ્દો ન કહેવા જોઈએ : અશોક ગહેલોત
  • ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે પણ ટિપ્પણી કરતા કહ્યું કે આ મોટુ કૌભાંડ છે : અશોક ગહેલોત
  • કોઈ પણ સમાજ વિશે કઈ પણ બોલવું એ કોઈ માટે યોગ્ય નથી : અશોક ગહેલોત

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે અમદાવાદના મહેમાન બન્યા હતા, અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા ગહેલોતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી હતી અને માર્મિક ટકોર કરી હતી. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તેમનું આગમન થયું ત્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.વાતચીત દરમિયાન અશોક ગેહલોતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જણાવ્યું હતું કે,આવું કહેવું તો યોગ્ય નથી, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો ન કહેવા જોઈએ.

ઈલેકટ્રો બોન્ડ વિશે શું કહ્યું

દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરોધમાં ચાલી રહેલા આંદોલન વિશે અશોક ગહલોતને પૂછવામાં આવ્યું તો તેમણે આ બાબતે ખાસ ટિપ્પણી ન કરતા ફક્ત એટલું જણાવ્યું હતું કે, કોઈ પણ નેતાએ કોઈપણ સમાજને અથવા કોઈપણ વ્યક્તિની ભાવનાઓને હાનિ પહોંચે તેવી ટિપ્પણી ન કરવી જોઈએ. આટલું કહીને આ મુદ્દાને ટાળી દીધો હતો. તથા ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે પણ ટિપ્પણી કરતા કહ્યું કે આ ભારતનું જ નહીં પરંતુ દુનિયાનો સૌથી મોટું કૌભાંડ છે.

પ્રચાર શરૂ

મહત્વપૂર્ણ છે કે ગુજરાત પ્રવાસ દરમિયાન અશોક ગેહલોત આવતીકાલે 8 એપ્રિલે બનાસકાંઠાના ડીસાની પણ મુલાકાત લેવાના છે તેમજ અમદાવાદમાં વસતા રાજસ્થાનની સમાજના લોકો સાથે પણ સંવાદ કરવાના છે.ડીસાના માલગઢ ખાતે માળી સમાજના આગેવાનો સાથે કરશે બેઠક. આવતીકાલે બપોરે 12:00 કલાકે અશોક ગેહલોત સાથે પ્રચારમાં જોડાશે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર સાથે.