સાબરમતી પોલીસ સ્ટેશનના કર્મચારીએ રૂપિયા ૫૪ લાખની ઉચાપત કરી

અમદાવાદ,બુધવારશહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં અગાઉ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ વિવિધ ગુનાઓમાં મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવતી  રૂપિયા ૫૩.૬૫ લાખની જેટલી માતબર રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપી પોલીસ કર્મચારી  વર્ષ ૨૦૧૬થી નવેમ્બર ૨૦૨૩ સુધી છેતરપિંડી કરતો હોવા છતાંય તે સમયે ફરજ બજાવતા  પોલીસ ઇન્સ્પેક્ટર કે અન્ય અધિકારીઓના ધ્યાનમાં આ વાત શા માટે ન આવી? તેને લઇને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ કર્મચારીએ જ આ પ્રકારનો ગુનો કર્યાનું બહાર આવતા પોલીસ વિભાગમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા એએસઆઇ વિનોદભાઇએ ફરિયાદ નોંધાવી છે તેમના પોલીસ સ્ટેશનમાં ગત નવેમ્બર ૨૦૨૩ પહેલા રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર (રહે. નંદીગ્રામ સોસાયટી, નાના ચિલોડા,અમદાવાદ)  દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬થી નવેેમ્બર ૨૦૨૩ દરમિયાન પોલીસ સ્ટેશનનાં જુગાર , દારૂ, વાહન હરાજી સહિત અન્ય મુદ્દામાલની રકમ મળીને કુલ રૂપિયા ૫૩.૬૫ લાખની રકમ નિયમ મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભદ્ર શાખામાં જમા કરાવવાને બદલે  પોતાની પાસે અંગત વપરાશમાં લીધી હતી.  તેમની બદલી નવેમ્બર ૨૦૨૩માં પોલીસ કમિશનર ઓફિસમાં થઇ ત્યારે તે હાજર થવાને બદલે સીક લીવમાં જતા રહ્યા હતા.  બીજી તરફ તેમણે મુદ્દામાલના હિસાબને લગતા કાગળો ન મળતા પોલીસને શંકા ઉપજી હતી અને જયેન્દ્રસિંહ પરમારને આ બાબતે ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ, તેમણે થોડા દિવસમાં આવીને સમગ્ર હિસાબ આપવાની ખાતરી આપી હતી. પરંતુ, ત્યારબાદ તેમનો મોબાઇલ જ બંધ કરી દીધો હતો. જેથી વિશેષ ટીમ બનાવીને તપાસ કરતા જયેન્દ્રસિંહે જુગારના મુદ્દામાલની ૪૧ લાખની, પ્રોહીબીશન કેસના ૨.૨૫ લાખ અને વાહન હરાજી સહિતના ૫૩.૬૫ લાખ અંગત વપરાશ માટે ઉપયોગ કર્યા હતા. આ અંગે સાબરમતી પોલીસ મથકે  ગુનો નોંધવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન પટેલ તપાસ શરૂ કરી છે.

સાબરમતી પોલીસ સ્ટેશનના કર્મચારીએ રૂપિયા ૫૪ લાખની ઉચાપત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં અગાઉ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ વિવિધ ગુનાઓમાં મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવતી  રૂપિયા ૫૩.૬૫ લાખની જેટલી માતબર રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપી પોલીસ કર્મચારી  વર્ષ ૨૦૧૬થી નવેમ્બર ૨૦૨૩ સુધી છેતરપિંડી કરતો હોવા છતાંય તે સમયે ફરજ બજાવતા  પોલીસ ઇન્સ્પેક્ટર કે અન્ય અધિકારીઓના ધ્યાનમાં આ વાત શા માટે ન આવી? તેને લઇને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ કર્મચારીએ જ આ પ્રકારનો ગુનો કર્યાનું બહાર આવતા પોલીસ વિભાગમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા એએસઆઇ વિનોદભાઇએ ફરિયાદ નોંધાવી છે તેમના પોલીસ સ્ટેશનમાં ગત નવેમ્બર ૨૦૨૩ પહેલા રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર (રહે. નંદીગ્રામ સોસાયટી, નાના ચિલોડા,અમદાવાદ)  દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬થી નવેેમ્બર ૨૦૨૩ દરમિયાન પોલીસ સ્ટેશનનાં જુગાર , દારૂ, વાહન હરાજી સહિત અન્ય મુદ્દામાલની રકમ મળીને કુલ રૂપિયા ૫૩.૬૫ લાખની રકમ નિયમ મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભદ્ર શાખામાં જમા કરાવવાને બદલે  પોતાની પાસે અંગત વપરાશમાં લીધી હતી.  તેમની બદલી નવેમ્બર ૨૦૨૩માં પોલીસ કમિશનર ઓફિસમાં થઇ ત્યારે તે હાજર થવાને બદલે સીક લીવમાં જતા રહ્યા હતા.  બીજી તરફ તેમણે મુદ્દામાલના હિસાબને લગતા કાગળો ન મળતા પોલીસને શંકા ઉપજી હતી અને જયેન્દ્રસિંહ પરમારને આ બાબતે ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ, તેમણે થોડા દિવસમાં આવીને સમગ્ર હિસાબ આપવાની ખાતરી આપી હતી. પરંતુ, ત્યારબાદ તેમનો મોબાઇલ જ બંધ કરી દીધો હતો. જેથી વિશેષ ટીમ બનાવીને તપાસ કરતા જયેન્દ્રસિંહે જુગારના મુદ્દામાલની ૪૧ લાખની, પ્રોહીબીશન કેસના ૨.૨૫ લાખ અને વાહન હરાજી સહિતના ૫૩.૬૫ લાખ અંગત વપરાશ માટે ઉપયોગ કર્યા હતા. આ અંગે સાબરમતી પોલીસ મથકે  ગુનો નોંધવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન પટેલ તપાસ શરૂ કરી છે.