રાષ્ટ્રની સુરક્ષા માટે ફોરેન્સીક સાયન્સ સૌથી વધુ મહત્વપૂર્ણઃજગદીપ ધનખડ

અમદાવાદ,શુક્રવારઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા માટે ફોરેન્સિક સાયન્સ સૌથી મહત્વપૂર્ણ છે.   સાયબર ક્રાઇમ ક્ષેત્રે ફોરેન્સિક સાયન્સ સૌથી મહત્વની ભૂમિકામાં રહેશે.  ઉપરાષ્ટ્રપતિએ એનએફએસયુમાં વિવિધ યુનિટમાં મુલાકાત લેવાની સાથે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા  પણ કરી હતી.ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે  ફોરેન્સિક સાયન્સ રાષ્ટ્રની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. ફોજદારી ન્યાય પ્રણાલીમાં ફોરેન્સિક સાયન્સના પુરાવા અભિપ્રાયો કરતા વધુ મહત્વના છે. ભવિષ્યમાં નિર્દોષ નાગરિકો અને ન્યાય વચ્ચેનો સેતુ બનશે. ખાસ કરને દોષિતોને સજા કરવાની સાથે  નિર્દોષને  સુરક્ષિત રાખવા પણ જરૂરી છે..દેશમાં ડીજીટલ વ્યવહારો વધતા આગામી સમયમાં સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે ફોરેન્સિક સાયન્સ  અગ્રેસર રહેશે. તેમણે યુનિવર્સિટીમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સની  મુલાકાત લેવાની સાથે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.એનએફએસયુના કુલપતિ ડૉ. જે એમ વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮માં ગાંધીનગરમાં શરૂ થયેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી આજે દિલ્હી, ગોવા, ત્રિપુરા, ગોવાહાટી, ભોપાલ સહિત દેશમાં ૧૦ અને યુગાન્ડામાં એક સેન્ટર ધરાવે છે. જેમાં છ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે.આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સરકારના પ્રોટોકોલ મંત્રી  જગદીશ વિશ્વકર્મા ,  એનએફએસયુના કુલપતિ ડૉ. જે એમ વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

રાષ્ટ્રની સુરક્ષા માટે ફોરેન્સીક સાયન્સ સૌથી વધુ મહત્વપૂર્ણઃજગદીપ ધનખડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા માટે ફોરેન્સિક સાયન્સ સૌથી મહત્વપૂર્ણ છે.   સાયબર ક્રાઇમ ક્ષેત્રે ફોરેન્સિક સાયન્સ સૌથી મહત્વની ભૂમિકામાં રહેશે.  ઉપરાષ્ટ્રપતિએ એનએફએસયુમાં વિવિધ યુનિટમાં મુલાકાત લેવાની સાથે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા  પણ કરી હતી.ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે  ફોરેન્સિક સાયન્સ રાષ્ટ્રની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. ફોજદારી ન્યાય પ્રણાલીમાં ફોરેન્સિક સાયન્સના પુરાવા અભિપ્રાયો કરતા વધુ મહત્વના છે. ભવિષ્યમાં નિર્દોષ નાગરિકો અને ન્યાય વચ્ચેનો સેતુ બનશે. ખાસ કરને દોષિતોને સજા કરવાની સાથે  નિર્દોષને  સુરક્ષિત રાખવા પણ જરૂરી છે..દેશમાં ડીજીટલ વ્યવહારો વધતા આગામી સમયમાં સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે ફોરેન્સિક સાયન્સ  અગ્રેસર રહેશે. તેમણે યુનિવર્સિટીમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સની  મુલાકાત લેવાની સાથે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.એનએફએસયુના કુલપતિ ડૉ. જે એમ વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮માં ગાંધીનગરમાં શરૂ થયેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી આજે દિલ્હી, ગોવા, ત્રિપુરા, ગોવાહાટી, ભોપાલ સહિત દેશમાં ૧૦ અને યુગાન્ડામાં એક સેન્ટર ધરાવે છે. જેમાં છ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે.આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સરકારના પ્રોટોકોલ મંત્રી  જગદીશ વિશ્વકર્મા એનએફએસયુના કુલપતિ ડૉ. જે એમ વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.