રાજ્ય સરકાર ફરી એક્શન મોડમાં, વધુ 4 આરોગ્ય અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયા
રાજ્ય સરકારમાં ફરી એક વખત અધિકારીઓ સામે એક્શન મોડમાં આવી છે અને રાજ્યમાં વધુ 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે. 2 તાલુકા હેલ્થ ઓફિસર અને 2 મેડિકલ ઓફિસરને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે.સંખેડાના મેડિકલ ઓફિસર રાજીવ નયનને કરાયા નિવૃત દાંતીવાડાના THO બિજોલ ભેદ્રુ, નડિયાદના THO વિપુલ અમીનને નિવૃત ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે, ત્યારે સંખેડાના મેડિકલ ઓફિસર રાજીવ નયનને અને આણંદના મેડિકલ ઓફિસર મયંક ચૌહાણને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત સરકારે 20 નવેમ્બરે પણ સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવાના આદેશ આપ્યા હતા. રાજ્યના વધુ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા હતા. નર્મદા અને જળ સંપત્તિ વિભાગના 5 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા હતા.20 નવેમ્બરે 5 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા હતા નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલા નામના અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે જશવંતસિંહ મગનભાઈ પરમાર નામના અધિકારી વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા, ત્યારે પ્રદિપભાઈ વજાભાઈ ડામોર નામના અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ નામના અધિકારી પણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ફરજ બજાવતા હતા. જ્યારે બાબુભાઈ રામાભાઈ દેસાઈ સુજલામ સુફલામ વર્તુળ નંબર 2માં મહેસાણામાં ફરજ બજાવતા હતા અને અરવિંદભાઈ ભીખુભાઈ માહલા નામના અધિકારી સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઈન પેટા વિભાગમાં ફરજ બજાવતા હતા. જેમને તાત્કાલિક અસરથી રાજય સરકારે નિવૃત કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકારમાં ફરી એક વખત અધિકારીઓ સામે એક્શન મોડમાં આવી છે અને રાજ્યમાં વધુ 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે. 2 તાલુકા હેલ્થ ઓફિસર અને 2 મેડિકલ ઓફિસરને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે.
સંખેડાના મેડિકલ ઓફિસર રાજીવ નયનને કરાયા નિવૃત
દાંતીવાડાના THO બિજોલ ભેદ્રુ, નડિયાદના THO વિપુલ અમીનને નિવૃત ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે, ત્યારે સંખેડાના મેડિકલ ઓફિસર રાજીવ નયનને અને આણંદના મેડિકલ ઓફિસર મયંક ચૌહાણને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત સરકારે 20 નવેમ્બરે પણ સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવાના આદેશ આપ્યા હતા. રાજ્યના વધુ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા હતા. નર્મદા અને જળ સંપત્તિ વિભાગના 5 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા હતા.
20 નવેમ્બરે 5 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા હતા
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલા નામના અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે જશવંતસિંહ મગનભાઈ પરમાર નામના અધિકારી વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા, ત્યારે પ્રદિપભાઈ વજાભાઈ ડામોર નામના અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ નામના અધિકારી પણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ફરજ બજાવતા હતા. જ્યારે બાબુભાઈ રામાભાઈ દેસાઈ સુજલામ સુફલામ વર્તુળ નંબર 2માં મહેસાણામાં ફરજ બજાવતા હતા અને અરવિંદભાઈ ભીખુભાઈ માહલા નામના અધિકારી સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઈન પેટા વિભાગમાં ફરજ બજાવતા હતા. જેમને તાત્કાલિક અસરથી રાજય સરકારે નિવૃત કર્યા છે.