રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ શહેરના રણોલી વિસ્તારમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યાના બનાવના આરોપીને ૧૬ વર્ષ બાદ પોલીસે ઝડપી પાડયો છે.મજૂરીના પૈસા માટે તકરાર થયા બાદ હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
રણોલી જીઆઇડીસી વિસ્તારમાં એલએન્ડટી કંપની પાસે ગઇ તા.૨૭-૧-૨૦૦૯માં લેબર કોન્ટ્રાક્ટર ઇમરાન ઉર્ફે મુન્ના પ્યારેસાહેબ દાયમા(તખલ્લુસ પાર્ક, તાંદલજા) ઉપર પાવડાના હાથા વડે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો.
ઉપરોક્ત બનાવમાં જવાહરનગર પોલીસે તપાસ કરતાં હત્યારાને બચાવવાના ઇરાદે તેને પાગલ જેવા શખ્સે હુમલો કર્યો હોવાનું કેટલાકે કહ્યું હતું.
What's Your Reaction?






