'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે..' ગુજરાતમાં મહાસંમેલનમાં રાજપુત સમાજનું આહ્વાન
Rajput Samaj Sammelan | ગીર સોમનાથમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરનાં વસ્તડી ખાતે 120 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભવ્ય ભવાનીધામ મંદિર મેદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે 'રાજપૂત સમાજમાં યુવાનો વ્યસન અને યુવતીઓ ફેશન છોડે.' એવી ટકોર કરવા સાથે રાજપૂત સમાજને સંગઠિત થવા આહવાન પણ કરાયું હતું. ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંઢેરી ગામે રાજપૂત સમાજનાં મહા સંમેલનનું આયોજન માજી નાણામંત્રી વજુભાઈ વાળાનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં રાજપૂત સમાજના સાત હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં નાના મોટા આગેવાનો દ્વારા સમસ્ત રાજપૂત સમાજ આયોજિત સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે શ્રી ભવાનીધામનું મંદિર 120 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે, તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajput Samaj Sammelan | ગીર સોમનાથમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરનાં વસ્તડી ખાતે 120 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભવ્ય ભવાનીધામ મંદિર મેદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે 'રાજપૂત સમાજમાં યુવાનો વ્યસન અને યુવતીઓ ફેશન છોડે.' એવી ટકોર કરવા સાથે રાજપૂત સમાજને સંગઠિત થવા આહવાન પણ કરાયું હતું.
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંઢેરી ગામે રાજપૂત સમાજનાં મહા સંમેલનનું આયોજન માજી નાણામંત્રી વજુભાઈ વાળાનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં રાજપૂત સમાજના સાત હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં નાના મોટા આગેવાનો દ્વારા સમસ્ત રાજપૂત સમાજ આયોજિત સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે શ્રી ભવાનીધામનું મંદિર 120 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે, તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.