યુવકે ઓનલાઇન ટીપ્સ પર વિશ્વાસમાં આવીને ૮૭ લાખ રૂપિયા ગુમાવ્યા

અમદાવાદ, ગુરૂવારશહેરના  વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા યુવકના પિતાના ફેસબુક પર આવેલા ટ્રેડિંગના મેસેજને જોઇને યુવકે ઓનલાઇન ટ્રેડીંગમાં મળતી ટીપ્સ પર વિશ્વાસ કરીને ૮૭ લાખ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું. જે ઉપાડવા માટે અરજી કરતા તેને ટેક્સ પેટે ૧૦ લાખ રૂપિયા જમા કરાવવાનું કહેતા યુવકને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. જે અંગે તેણે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના નિરમા યુનિવર્સિટી પાછળ આવેલા પેસિફિકા રિફ્લેક્શન એપાર્ટમેન્ટમાં રહેતા ૨૫ વર્ષીય મીત ઠક્કર તેમના પિતાને વ્યવસાયમાં મદદ કરે છે. ગત માર્ચ-૨૦૨૪માં મીતના પિતાના ફેસબુક પર શેરબજારમા ંટ્રેડીંગ કરવાની ટીપ્સ આપતી એક જાહેરાત આવી હતી. જેથી મીતે જાહેરાતમાં દર્શાવેલા મોબાઇલ નેંબર પર કોલ કરીને માહિતી મેળવતા તેને વોટ્સએપ ગુ્રપમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ ટીપ્સ આપવામાં આવતી હતી. જેમાં નફો મળતો હોવાથી વિશ્વાસ કર્યો હતો  અને તેણે લોગ ઇન આઇડી બનાવીને  કુલ ૮૮ લાખ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું.   મીતને આઇડી ૯૦ લાખનું બેલેન્સ હોવાથી તેણે નાણાં પરત લેવા માટે અરજી કરી હતી. પરંતુ, તેને નાણાં પરત મેળવવા માટે ૧૦ લાખનો ટેક્સ માંગ્યો હતો.જેથી મીતને શંકા ઉપજી હતી અને તપાસ કરી ત્યારે તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવકે ઓનલાઇન ટીપ્સ પર વિશ્વાસમાં આવીને ૮૭ લાખ રૂપિયા ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, ગુરૂવાર

શહેરના  વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા યુવકના પિતાના ફેસબુક પર આવેલા ટ્રેડિંગના મેસેજને જોઇને યુવકે ઓનલાઇન ટ્રેડીંગમાં મળતી ટીપ્સ પર વિશ્વાસ કરીને ૮૭ લાખ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું. જે ઉપાડવા માટે અરજી કરતા તેને ટેક્સ પેટે ૧૦ લાખ રૂપિયા જમા કરાવવાનું કહેતા યુવકને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. જે અંગે તેણે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના નિરમા યુનિવર્સિટી પાછળ આવેલા પેસિફિકા રિફ્લેક્શન એપાર્ટમેન્ટમાં રહેતા ૨૫ વર્ષીય મીત ઠક્કર તેમના પિતાને વ્યવસાયમાં મદદ કરે છે. ગત માર્ચ-૨૦૨૪માં મીતના પિતાના ફેસબુક પર શેરબજારમા ંટ્રેડીંગ કરવાની ટીપ્સ આપતી એક જાહેરાત આવી હતી. જેથી મીતે જાહેરાતમાં દર્શાવેલા મોબાઇલ નેંબર પર કોલ કરીને માહિતી મેળવતા તેને વોટ્સએપ ગુ્રપમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ ટીપ્સ આપવામાં આવતી હતી. જેમાં નફો મળતો હોવાથી વિશ્વાસ કર્યો હતો  અને તેણે લોગ ઇન આઇડી બનાવીને  કુલ ૮૮ લાખ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું.   મીતને આઇડી ૯૦ લાખનું બેલેન્સ હોવાથી તેણે નાણાં પરત લેવા માટે અરજી કરી હતી. પરંતુ, તેને નાણાં પરત મેળવવા માટે ૧૦ લાખનો ટેક્સ માંગ્યો હતો.જેથી મીતને શંકા ઉપજી હતી અને તપાસ કરી ત્યારે તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.