યાત્રીગણ ધ્યાન દે! સુરત રેલવેએ શિફ્ટ ટ્રેનની માહિતી માટે QR-કોડ જાહેર કર્યો

મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સૂચના છે. ભારતીય રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી, આગામી 60 દિવસ માટે બે પ્લેટફોર્મ બંધ રહેશે. જેના કારણે કેટલીક ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પરથી ચલાવવામાં આવશે. સુરત રેલવે દ્વારા ટ્રેનની માહિતી માટે QR કોડ જાહેર કર્યો છે.મળતી માહિતી મુજબ, સુરત રેલવે દ્વારા શિફ્ટ કરાયેલી ટ્રેનની માહિતી માટે QR કોડ મૂકાયા છે. સુરતથી ટ્રેન ઉધના સ્ટેશન ઉપર શિફ્ટ કરાઈ છે જેને લઇ નિર્ણય લેવાયો છે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 બન્ને પ્લેટફોર્મ આગામી 60 દિવસ માટે બંધ રહેશે. કાલથી પ્લેટફોર્મ નં.1ની 79 ટ્રેન ઉધનાથી ઉપડશે. પ્લેટફોર્મ નં.2ની 122 મેલ એક્સપ્રેસ ટ્રેન ઉધના શિફ્ટ કરાઇ છે. એર કોન્કોર્સ બનાવવા માટે બ્લોકને લઈ ટ્રેન શિફ્ટ કરાઇ છે.સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ બંધ ભારતીય રેલ્વે આ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ માટે રેલ્વે સતત તેનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે. રેલ્વે સ્ટેશનોને વધુ સુધારવા અને વિકસાવવા માટે સતત કામ કરે છે. આ માટે રેલવેએ કેટલીકવાર કેટલાક રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મ બંધ કરવા પડે છે. જેથી ત્યાં વિકાસના કામો થઈ શકે. જેના કારણે અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે તે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી પસાર થતી ઘણી ટ્રેનોને શિફ્ટ કરવી પડે છે. રેલ્વે પાસેથી મળેલી તાજેતરની માહિતી મુજબ, ગુજરાતમાં સુરત રેલ્વે સ્ટેશનના બે પ્લેટફોર્મ 60 દિવસથી બંધ છે. ૬૦ દિવસ માટે પ્લેટફોર્મ બંધ પશ્ચિમ રેલવે ઝોનમાં આવતા ગુજરાતના સુરત રેલવે સ્ટેશનથી મુસાફરી કરતા મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યા છે. રેલવે પાસેથી મળેલી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશનના બે પ્લેટફોર્મ 8 જાન્યુઆરી 2025થી આગામી 60 દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સુરત રેલવે સ્ટેશન પર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવામાં આવી રહ્યું છે.

યાત્રીગણ ધ્યાન દે! સુરત રેલવેએ શિફ્ટ ટ્રેનની માહિતી માટે QR-કોડ જાહેર કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સૂચના છે. ભારતીય રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી, આગામી 60 દિવસ માટે બે પ્લેટફોર્મ બંધ રહેશે. જેના કારણે કેટલીક ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પરથી ચલાવવામાં આવશે. સુરત રેલવે દ્વારા ટ્રેનની માહિતી માટે QR કોડ જાહેર કર્યો છે.

મળતી માહિતી મુજબ, સુરત રેલવે દ્વારા શિફ્ટ કરાયેલી ટ્રેનની માહિતી માટે QR કોડ મૂકાયા છે. સુરતથી ટ્રેન ઉધના સ્ટેશન ઉપર શિફ્ટ કરાઈ છે જેને લઇ નિર્ણય લેવાયો છે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 બન્ને પ્લેટફોર્મ આગામી 60 દિવસ માટે બંધ રહેશે. કાલથી પ્લેટફોર્મ નં.1ની 79 ટ્રેન ઉધનાથી ઉપડશે. પ્લેટફોર્મ નં.2ની 122 મેલ એક્સપ્રેસ ટ્રેન ઉધના શિફ્ટ કરાઇ છે. એર કોન્કોર્સ બનાવવા માટે બ્લોકને લઈ ટ્રેન શિફ્ટ કરાઇ છે.

સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ બંધ

ભારતીય રેલ્વે આ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ માટે રેલ્વે સતત તેનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે. રેલ્વે સ્ટેશનોને વધુ સુધારવા અને વિકસાવવા માટે સતત કામ કરે છે. આ માટે રેલવેએ કેટલીકવાર કેટલાક રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મ બંધ કરવા પડે છે. જેથી ત્યાં વિકાસના કામો થઈ શકે. જેના કારણે અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે તે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી પસાર થતી ઘણી ટ્રેનોને શિફ્ટ કરવી પડે છે. રેલ્વે પાસેથી મળેલી તાજેતરની માહિતી મુજબ, ગુજરાતમાં સુરત રેલ્વે સ્ટેશનના બે પ્લેટફોર્મ 60 દિવસથી બંધ છે.

૬૦ દિવસ માટે પ્લેટફોર્મ બંધ

પશ્ચિમ રેલવે ઝોનમાં આવતા ગુજરાતના સુરત રેલવે સ્ટેશનથી મુસાફરી કરતા મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યા છે. રેલવે પાસેથી મળેલી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશનના બે પ્લેટફોર્મ 8 જાન્યુઆરી 2025થી આગામી 60 દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સુરત રેલવે સ્ટેશન પર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવામાં આવી રહ્યું છે.