મુસાફરોની પ્રતીક્ષાનો અંત : ઉમરગામને 'ફ્લાઈંગ રાણી ટ્રેનનું' કાયમી સ્ટોપેજ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુંબઈ અને સુરત વચ્ચે દોડતી 'ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ'ને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે કાયમી સ્ટોપેજ મંજૂર થતાં શનિવારે ઉમરગામ સ્ટેશને કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ દ્વારા ફ્લાઈંગ રાણી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના સતત પ્રયાસોને લઈને રેલવે મંત્રાલય દ્વારા આ સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉમરગામ ખાતે ફ્લાઈંગ રાણીનું સ્ટોપેજ શરૂ થવું એ આ વિસ્તારના વિકાસ અને સુવિધા તરફનું એક બહુ મોટું કદમ છે. હજારો લોકોના સમય બચત તેમજ સ્થાનિક વેપાર-રોજગારને પણ વેગ મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં બંધ થયેલી અન્ય ટ્રેનો પણ વહેલી તકે શરૂ થાય તે માટે રજૂઆત કરી છે. જેમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, વલસાડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, રેલવેના અધિકારી આદિશ પઠાણિયા, ડીઆરએમ પંકજ સિંગ, યુ.આઈ.એ.ના પ્રમુખ અશોકભાઈ ગુપ્તા, ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, સેક્રેટરી શ્યામ વિઝન, તેમજ ચેરમેન રેલ્વે સબ કમિટી ગિરીશ રાવ, યુ.આઈ.એ.ના મેમ્બરો, સોળસુંબા ઇન્ચાર્જ સરપંચ કરસનભાઈ ભરવાડ, ઈશ્વરભાઈ બારી અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

