ભરૂચમાં કંપની માલિક અને મોબાઈલ શોપ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો

Aug 6, 2025 - 20:30
ભરૂચમાં કંપની માલિક અને મોબાઈલ શોપ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bharuch : મોબાઈલ ફોન ખરીદ વેચાણનું કામ કરતા વેપારીઓએ મોબાઇલ ફોન નોંધણી રજીસ્ટર નિભાવવુ ફરજિયાત છે. દહેજ પોલીસે દહેજ બસ સ્ટેશન ખાતે આવેલ રાધે મોબાઇલ સર્વિસના સંચાલક રવિજાના શંભુજાના (રહે-બસ સ્ટેશન પાસે, દહેજ)સામે રજીસ્ટર નિભાવણી ન કરવા અંગે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત કામદારો અંગે પણ પોલીસ વેરિફિકેશન જરૂરી છે. ત્યારે ઝઘડિયા જીઆઇડીસી ખાતેની આરએફસી કંપનીમાં ઝઘડિયા જીઆઇડીસી પોલીસે તપાસ કરતા કંપની માલિક ભાવિન જયંતીભાઈ પટેલ (રહે-ઝઘડિયા જીઆઇડીસી, ભરૂચ) એ મધ્યપ્રદેશના બે વ્યક્તિઓને પોલીસ વેરિફિકેશન વગર કામે રાખ્યા હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે ભાવિનભાઈ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0