બારેમાસ તરસ છીપાવતી કરાડ ગામની 100 વર્ષ જૂની વાવ

એક તરફ મહાકાળી માતાજી તો બીજી બાજુ વેરાઇ માતાના મંદિર વચ્ચે વાવ બનાવાઈ હતીભર ઉનાળે આખું ગામ વાવનું શીતળ જળ પીએ છે વાવમાંથી સાત થી વધુ ખેતરોમાં સિંચાઇ માટેનું પાણી અપાય છે100 વર્ષ ઉપરાંતની જુની ઝઘડિયા તાલુકાના કરાડ ગામની વણઝારી વાવ બારેમાસ હજારો લોકોની તરસ છીપાવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં એક બાજુ પાણીના પોકારો જોવા મળે છે. ત્યાં જ કરાડ ગામની વણઝારી વાવ ગામના 1500થી વધુ વસ્તી ધરાવતા આખા ગામને બારેમાસ પાણીથી તરબોળ રાખે છે. ઉનાળામાં પણ આ વાવમાં શુધ્ધ, મીઠું અને શીતળ જળ વહે છે. કરાડ ગામના લોકો આ જ વાવનું પાણી પીએ છે. તો નજીકના સાત થી વધુ ખેતરોમાં પંચાયત આ જ વાવમાંથી ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી પુરુ પાડે છે.કરાડ ગામે એક બાજુ મહાકાળી માતાજી તો બીજી બાજુ વેરાઇ માતાજીનું મંદિર આવેલું છે. આ બંને મંદિરોની વચ્ચે 100 થી વધુ વર્ષ જુની વણઝારી વાવ આવેલી છે. શિયાળો હોય કે ચોમાસુ કે હોય ઉનાળો 30 ફુટની ઉંડાઇ ધરાવતી આ વાવ હરહંમેશ દસ ફુટ પાણી થી છલોછલ રહે છે. આ વણઝારી વાવ 20 ફુટની ગોળાઇ, 6 0 ફુટની લંબાઇ અને 30 ફુટથી પણ વધુની ઉંડાઇ ધરાવે છે. જેમાં ભર ઉનાળામાં પણ 10 થી વધુ ફુટ પાણી મળી આવે છે. તો ચોમાસાના સમયે 25 પગથીયા ધરાવતી આ વાવના માત્ર એક કે બે જ પગથીયા બાકી રહી આખી વાવ પાણીમાં ગરકાવ રહે છે. 1500 થી વધુ વસ્તી ધરાવતા આખા કરાડ ગામની આ વણઝારી વાવ તરસ છીપાવે છે. આ વાવના પાણી એટલા શુધ્ધ છે કે વાવનું તળીયું અને તેમાંથી ફુટતા પાણીના ઝર ઉપરાંત પાણીમાં તરતી માછલીઓ પણ નરી આંખે જોઇ શકાય છે. આખા ગામની તરસ છીપાવતી આ વાવનું પાણી પશુઓની પણ તરસ છીપાવે છે. આટલું જ નહિં પરંતુ ખેતી કરવા માટે પણ આ વાવનું પાણી સાતથી વધુ ખેતરોમાં પંચાયત દ્વારા સિંચાઇ માટે પુરુ પાડવામાં આવે છે. 100 વર્ષના ઇતિહાસમાં કરાડ ગામની આ વણઝારી વાવનું પાણી ઉનાળામાં પણ ક્યારેય ખૂટયું નથી. વાવની જાળવણી કરવી જરૂરી 100 વર્ષ જુની વણઝારી વાવ કરાડ ગામના 1500 થી વધુ લોકોની તરસ છીપાવી રહી છે. ઉપરાંત સિંચાઇ માટે પાણી પશુઓ માટેનું પાણી પણ પુરુ પાડી રહી છે. તો તેની સામે અંદાજીત સાત વર્ષ પહેલા સરકાર દ્વારા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે હાલ પણ વાવની જાળવણી કરવી જરૂરી જણાય રહી છે. વાવની અંદર દિવાલો ઉપર લીલ જામી છે. તો તેના તળીયામાં દિવાલો ઉપર કરાયેલા પ્લાસ્ટરના પોપડા ખરી પડેલા જણાય આવે છે. જે વાવું જળ દુષિત કરી રહ્યા છે. રસોઇ માટે આ જ વાવનું પાણી વપરાય છે કરાડ ગામ હોય કે નજીકના કોઇ પણ ગામમાં મોટા રસોડા હોય તો આ જ વાવનું પાણી કામ આવે છે. શુભ અશુભ પ્રસંગે કરાતા રસોડામાં દાળ તેમજ રાંધણ માટે આ જ વણઝારી વાવનું મીઠું જળ વપરાશમાં લેવામાં આવે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ વણઝારી વાવ આખા ગામની તરસ છીપાવે છે. વણઝારી વાવની ખાસિયત કરાડ ગામની 100 વર્ષ જૂની વણઝારી વાવમાં 25 થી વધુ પગથિયા, 30 ફુટની ઊંડાઇ, 60 ફુટની લંબાઇ, 20 ફુટની ગોળાઇ, બારેમાસ ભરાઇ રહેતું શુધ્ધ અને શીતળ 10 ફુટ પાણી, પાણી એટલું શુધ્ધ કે તેનું તળીયું અને તળીયામાંથી ફુટતા પાણીના ઝર અને પાણીમાં તરતી માછલીઓ નરી આંખે જોઇ શકાય છે. વાવના સમારકામ દરમિયાન પણ પાણી નથી ખૂટયું અંદાજીત સાત વર્ષ પહેલા સરકાર દ્વારા આ ઐતિહાસિક વાવનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. વાવની અંદરથી સફાઇ કરી તેનું સમારકામ કરવાનું હોય જે તે સમયે ત્રણનું પાણી બહાર કાઢે તેવી ત્રણ મોટર સતત ચોવીસ કલાક માટે દસ દિવસ માટે ચલાવી તેનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. સતત દસ દિવસ ચોવીસ કલાક ત્રણ ત્રણ મોટર ચાલતી હોવા છતાં વાવનું પાણી સહેજ પણ ઓછું થયું ન હતું. છેવડે પાણીના ઉપરના ભાગથી જ વાવનું સમારકામ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીચ છે કે, ગમે તેવા આકરા ઉનાળાની ગરમીમાં પણ આ ઐતિહાસિક વાવમાં બારેમાસ પાણી છલોછલ ભરાયેલું રહે છે. જેમા આજદિન સુથી પાણી ખુટયું નથી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે..

બારેમાસ તરસ છીપાવતી કરાડ ગામની 100 વર્ષ જૂની વાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક તરફ મહાકાળી માતાજી તો બીજી બાજુ વેરાઇ માતાના મંદિર વચ્ચે વાવ બનાવાઈ હતી
  • ભર ઉનાળે આખું ગામ વાવનું શીતળ જળ પીએ છે
  • વાવમાંથી સાત થી વધુ ખેતરોમાં સિંચાઇ માટેનું પાણી અપાય છે

100 વર્ષ ઉપરાંતની જુની ઝઘડિયા તાલુકાના કરાડ ગામની વણઝારી વાવ બારેમાસ હજારો લોકોની તરસ છીપાવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં એક બાજુ પાણીના પોકારો જોવા મળે છે. ત્યાં જ કરાડ ગામની વણઝારી વાવ ગામના 1500થી વધુ વસ્તી ધરાવતા આખા ગામને બારેમાસ પાણીથી તરબોળ રાખે છે. ઉનાળામાં પણ આ વાવમાં શુધ્ધ, મીઠું અને શીતળ જળ વહે છે. કરાડ ગામના લોકો આ જ વાવનું પાણી પીએ છે. તો નજીકના સાત થી વધુ ખેતરોમાં પંચાયત આ જ વાવમાંથી ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી પુરુ પાડે છે.

કરાડ ગામે એક બાજુ મહાકાળી માતાજી તો બીજી બાજુ વેરાઇ માતાજીનું મંદિર આવેલું છે. આ બંને મંદિરોની વચ્ચે 100 થી વધુ વર્ષ જુની વણઝારી વાવ આવેલી છે. શિયાળો હોય કે ચોમાસુ કે હોય ઉનાળો 30 ફુટની ઉંડાઇ ધરાવતી આ વાવ હરહંમેશ દસ ફુટ પાણી થી છલોછલ રહે છે. આ વણઝારી વાવ 20 ફુટની ગોળાઇ, 6 0 ફુટની લંબાઇ અને 30 ફુટથી પણ વધુની ઉંડાઇ ધરાવે છે. જેમાં ભર ઉનાળામાં પણ 10 થી વધુ ફુટ પાણી મળી આવે છે. તો ચોમાસાના સમયે 25 પગથીયા ધરાવતી આ વાવના માત્ર એક કે બે જ પગથીયા બાકી રહી આખી વાવ પાણીમાં ગરકાવ રહે છે.

1500 થી વધુ વસ્તી ધરાવતા આખા કરાડ ગામની આ વણઝારી વાવ તરસ છીપાવે છે. આ વાવના પાણી એટલા શુધ્ધ છે કે વાવનું તળીયું અને તેમાંથી ફુટતા પાણીના ઝર ઉપરાંત પાણીમાં તરતી માછલીઓ પણ નરી આંખે જોઇ શકાય છે. આખા ગામની તરસ છીપાવતી આ વાવનું પાણી પશુઓની પણ તરસ છીપાવે છે. આટલું જ નહિં પરંતુ ખેતી કરવા માટે પણ આ વાવનું પાણી સાતથી વધુ ખેતરોમાં પંચાયત દ્વારા સિંચાઇ માટે પુરુ પાડવામાં આવે છે. 100 વર્ષના ઇતિહાસમાં કરાડ ગામની આ વણઝારી વાવનું પાણી ઉનાળામાં પણ ક્યારેય ખૂટયું નથી.

વાવની જાળવણી કરવી જરૂરી

100 વર્ષ જુની વણઝારી વાવ કરાડ ગામના 1500 થી વધુ લોકોની તરસ છીપાવી રહી છે. ઉપરાંત સિંચાઇ માટે પાણી પશુઓ માટેનું પાણી પણ પુરુ પાડી રહી છે. તો તેની સામે અંદાજીત સાત વર્ષ પહેલા સરકાર દ્વારા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે હાલ પણ વાવની જાળવણી કરવી જરૂરી જણાય રહી છે. વાવની અંદર દિવાલો ઉપર લીલ જામી છે. તો તેના તળીયામાં દિવાલો ઉપર કરાયેલા પ્લાસ્ટરના પોપડા ખરી પડેલા જણાય આવે છે. જે વાવું જળ દુષિત કરી રહ્યા છે.

રસોઇ માટે આ જ વાવનું પાણી વપરાય છે

કરાડ ગામ હોય કે નજીકના કોઇ પણ ગામમાં મોટા રસોડા હોય તો આ જ વાવનું પાણી કામ આવે છે. શુભ અશુભ પ્રસંગે કરાતા રસોડામાં દાળ તેમજ રાંધણ માટે આ જ વણઝારી વાવનું મીઠું જળ વપરાશમાં લેવામાં આવે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ વણઝારી વાવ આખા ગામની તરસ છીપાવે છે.

વણઝારી વાવની ખાસિયત

કરાડ ગામની 100 વર્ષ જૂની વણઝારી વાવમાં

25 થી વધુ પગથિયા,

30 ફુટની ઊંડાઇ,

60 ફુટની લંબાઇ,

20 ફુટની ગોળાઇ,

બારેમાસ ભરાઇ રહેતું શુધ્ધ અને શીતળ 10 ફુટ પાણી, પાણી એટલું શુધ્ધ કે તેનું તળીયું અને તળીયામાંથી ફુટતા પાણીના ઝર અને પાણીમાં તરતી માછલીઓ નરી આંખે જોઇ શકાય છે.

વાવના સમારકામ દરમિયાન પણ પાણી નથી ખૂટયું

અંદાજીત સાત વર્ષ પહેલા સરકાર દ્વારા આ ઐતિહાસિક વાવનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. વાવની અંદરથી સફાઇ કરી તેનું સમારકામ કરવાનું હોય જે તે સમયે ત્રણનું પાણી બહાર કાઢે તેવી ત્રણ મોટર સતત ચોવીસ કલાક માટે દસ દિવસ માટે ચલાવી તેનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. સતત દસ દિવસ ચોવીસ કલાક ત્રણ ત્રણ મોટર ચાલતી હોવા છતાં વાવનું પાણી સહેજ પણ ઓછું થયું ન હતું. છેવડે પાણીના ઉપરના ભાગથી જ વાવનું સમારકામ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીચ છે કે, ગમે તેવા આકરા ઉનાળાની ગરમીમાં પણ આ ઐતિહાસિક વાવમાં બારેમાસ પાણી છલોછલ ભરાયેલું રહે છે. જેમા આજદિન સુથી પાણી ખુટયું નથી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે..