ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ગઠ્ઠાની ચોરી કરનાર ગેંગના 4 શખ્સો પકડાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુલાબની મુવાડીની સીમ સ્થિત એક એલ્યુમિનીયમની ફેકટરીમાંથી ત્રણેક દિવસ અગાઉ એલ્યુમિનીયમના અંદાજે રૂા. 3.33 લાખથી વધુની કિંમતના ગઠ્ઠાની ચોરી થયાની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ સાબરકાંઠા એલસીબીએ તપાસનો દોર લંબાવીને બાતમીને આધારે તથા સીસીટીવી ફૂટેજ તપાસીને એલ્યુમિનીયમની ચોરી કરનાર ચાર જણાને જોરાજીના મુવાડા ગામની સીમમાંથી પસાર થતી નદીના પટમાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ એલસીબીએ પકડાયેલા ચારેયની પુછપરછ કર્યા બાદ ચોરીમાં સંડોવાયેલા અન્ય છ મળી 10 જણા વિરૂધ્ધ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી અંદાજે રૂા. 7.31 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
ત્રણેક દિવસ અગાઉ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એન્ટીક એકસટ્રુઝન ફેકટરીમાંથી અજાણ્યા શખ્સો રૂા. 3,33,750 ના એલ્યુમિનીયના ગઠ્ઠાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બાદ એલસીબીના સ્ટાફે ચોરી કરનારા ચાર સહિત અન્ય છ જણાની સંડોવણી હોવાનું માલુમ પડયું હતુ. જે આધારે જોરાજીના મુવાડા ગામની સીમમાં આવેલ લુણી નદીના પટ પાસે એલ્યુમિનીયમના ગઠ્ઠા ભરેલ ડાલુ અન્ય વેચવા માટે આ ચારેય જણા ફિરાકમાં હતા ત્યારબાદ એલસીબીએ શકને આધારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ચોકડી તથા પેથાપુરના મળી ચારેય જણાની અટકાયત કરી પુછપરછ શરૂ કરી હતી. જેમા આ પકડાયેલા ચારેય જણાએ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એલ્યુમિનીયમની ફેકટરીમાં ચોરી કરી હોવાની કબૂલાત કર્યા બાદ પોલીસે રૂા. 3,33,750 ના એલ્યુમિનીયમની 37 ગઠ્ઠા, રૂા. 3 લાખના પીકઅપ ડાલુ નં. જીજે18બીડબલ્યુ 1285, રૂા. 18 હજારના બે મોબાઈલ, રૂા. 80 હજારના બે બાઈક અને એકટીવા મળી અંદાજે રૂા. 7,31,750 નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ચાર તથા નહી પકડાયેલા છ મળી દસેય વિરૂધ્ધ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

