ઉમરગામ ભીલાડ રેલવે ફાટક પાસે ટ્રકે 3 વાહનોને ટક્કર મારી, સેલવાસની મહિલાનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભીલાડ રેલવે ફાટક પાસે નેશનલ હાઈવે-48ના સર્વિસ
રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રકે ડસ્ટર કારને ટક્કર માર્યા બાદ ઊભેલી ઇનોવા કાર
તથા અન્ય એક ટેમ્પોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું કરુણ
મોત નીપજ્યું હતું.
સેલવાસના આંબલી ફુવારા ખાતે રહેતા ભાવેશભાઈ
નટુભાઈ પટેલ રવિવારે પરિવારના સભ્યો સાથે ઇનોવા કાર લઈને કનાડુ-બિલીયા ગામે જવા
નીકળ્યા હતા. બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ ભીલાડ ફાટક પાસે સર્વિસ રોડ પર
ઊભા હતા. તે સમયે મુંબઈ તરફ્થી વાપી તરફ્ આવતી ટાટા ટ્રક (GJ 02 BT 3988)ના ચાલક અખિલેશ પ્રભુભાઈ પાલે (રહે. ઊંઝા, મહેસાણા, મૂળ રહે. યુ.પી.) પોતાની ટ્રકને ગફલતભરી રીતે હંકારી
લાવી સર્વિસ રોડ પરથી હાઈવે પર આવતી ડસ્ટર કારને ટક્કર મારી હતી. જે બાદ ચાલકે ટ્રકના સ્ટેયરિંગ પરનો
કાબૂ ગુમાવી સર્વિસ રોડ પર ઊભેલી ભાવેશભાઈની ઇનોવા કાર તેમજ કેરી ભરેલા ટેમ્પોને જોરદાર
ટક્કર વાગી હતી. આ ટક્કરને કારણે ઇનોવા કારમાં બેસેલા પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ થતાં તાત્કાલિક વાપીની હોસ્પિટલ
ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે, ભાવેશભાઈના ફોઈ મંજુબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક ભીલાડ સરકારી
દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

