Gandhinagar News: કેબિનેટની બેઠકમાં DyCM હર્ષ સંઘવી પુલિંગ કારમાં આવ્યા, અન્ય ચાર મંત્રી ઇલેક્ટ્રિક વાહન લઈને પહોચ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળવાની છે. આ બેઠકમાં પહોંચેલા મંત્રીઓએ વડાપ્રધાન મોદીની અપીલને માની છે. મુખ્યમંત્રીના કાફલામાં માત્ર ત્રણ જ કાર જોવા મળી છે. નાયબ મુખ્યમંત્રી પણ મંત્રી કૌશિક વેકરિયા સાથે પુલિંગ કારમાં આવ્યા છે. અન્ય ચાર મંત્રી ઇલેક્ટ્રિક વાહન લઈને આવ્યા છે.
મંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લઈને આવ્યા
મંત્રી પી સી બરંડા ખાનગી ગાડીમાં આવ્યા છે. મંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લઈને આવ્યા છે. રાજ્યના મંત્રી પ્રવિણ માળી પણ ઈલેક્ટ્રીક ટુ વ્હિલર લઈને આવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આજે દરેકના ઘરમાં બે વાહનો છે. જેમાં હવે બીજું વાહન ઈલેક્ટ્રીક હોવું જોઈએ.
આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે ફરી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે. બે અઠવાડિયા બાદ મળી રહેલી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરાશે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો અને સરકારના અન્ય કામકાજને કારણે કેબિનેટની બેઠક બે અઠવાડિયા બાદ મળી રહી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચાઓ કરાશે.
આ પણ વાંચોઃ NEET UG 2026: 21 જૂને ફરીથી પરીક્ષાનું આયોજન, પેપરલીક થતા થઇ હતી રદ્દ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

