Surat News: નાસિરનગરના મકાન માલિકોને હાઈકોર્ટ તરફથી આંશિક રાહત, નોટીસ વિના ડિમોલિશન નહીં કરવા આદેશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના નાસીરનગરમાં ડિમોલિશન મામલે મકાન માલિકોને હાઇકોર્ટ તરફથી મોટી આંશિક રાહત મળી છે.ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે યોગ્ય અને કાયદેસરની નોટિસ આપ્યા વિના વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ડિમોલિશન કરવામાં આવશે નહીં.તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે.
પક્ષ સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી શકાય નહીં
હાઇકોર્ટે સુરત મહાનગરપાલિકાને આકરી ટકોર કરતાં જણાવ્યું છે કે કોઈપણ મિલકત સામે આકરાં પગલાં લેતાં પહેલાં તમામ સ્થાનિક મિલકતધારકોને પોતાની રજૂઆત કરવાનો પૂરતો મોકો આપવો અનિવાર્ય છે. નાગરિકોનો પક્ષ સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી શકાય નહીં.
રહેવાસીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો
આ ઉપરાંત, કોર્ટે કડક નિર્દેશ આપ્યા છે કે ડિમોલિશનની આખી પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું અક્ષરશઃ પાલન કરવાનું રહેશે. હાઇકોર્ટના આ હુકમથી નાસીરનગરના રહેવાસીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલનો વીડિયો વાયરલ, લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

