Sabarkantha: હિંમતનગરમાંથી 4 વર્ષથી ફરાર અને 10 ગુનાનો વોન્ટેડ રીઢો ગુનેગાર સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર ઝબ્બે

Aug 16, 2026 - 21:00
Sabarkantha: હિંમતનગરમાંથી 4 વર્ષથી ફરાર અને 10 ગુનાનો વોન્ટેડ રીઢો ગુનેગાર સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લા પોલીસે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. હિંમતનગર શહેર વિસ્તારમાંથી પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોરી, ઘરફોડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી છેલ્લા 4 વર્ષથી પોલીસને ચકમો આપતા રીઢા ગુનેગારને દબોચી લીધો છે.

ચોરી અને લૂંટ જેવા કુલ 10 જેટલા ગંભીર ગુનાઓ

ઝડપાયેલા આરોપીની ઓળખ મૂળ રાજસ્થાનના રાજસમંદના વતની સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સુખદેવ ગુર્જર સામે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ચોરી, રાત્રિ ઘરફોડ ચોરી અને લૂંટ જેવા કુલ 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

હિંમતનગર પોલીસે તેને ઝડપી લીધો

આરોપી ગુના આચર્યા બાદ તે પોતાની ઓળખ છુપાવીને નાસતો ફરતો હતો.બાતમીના આધારે હિંમતનગર પોલીસે તેને ઝડપી પાડી જે-તે સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: સેગવામાં મસાલા ફેક્ટરીમાં બાથરૂમની બારી તોડી 2 તસ્કરો ઘૂસ્યા, 1.94 લાખની રોકડ ચોરી ચોર ફરાર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0