Surat: સેગવામાં મસાલા ફેક્ટરીમાં બાથરૂમની બારી તોડી 2 તસ્કરો ઘૂસ્યા, 1.94 લાખની રોકડ ચોરી ચોર ફરાર

Aug 16, 2026 - 21:00
Surat: સેગવામાં મસાલા ફેક્ટરીમાં બાથરૂમની બારી તોડી 2 તસ્કરો ઘૂસ્યા, 1.94 લાખની રોકડ ચોરી ચોર ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત ગ્રામ્યના કામરેજ તાલુકામાં ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સેગવા ગામે આવેલી 'ગોપીન ઈન્ડસ્ટ્રીઝ' નામની મસાલા ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી છે. મોડી રાત્રિના સુમારે ફેક્ટરી બંધ હતી ત્યારે બે અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીની પાછળના ભાગે આવેલા બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો.

સેગવા ગામે મસાલા ફેક્ટરીમાંથી ચોરી

ત્યારબાદ તસ્કરોએ ફેક્ટરીમાં આવેલી મુખ્ય ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનામાં રાખેલા રૂ. 1.94 લાખની રોકડ રકમ ચોરીને રફુચક્કર થઈ ગયા હતા.સવારે જ્યારે ફેક્ટરીના સંચાલકો અને કર્મચારીઓ આવ્યા ત્યારે ઓફિસનો દરવાજો તૂટેલો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા ટેબલના ખાનામાંથી 1.94 લાખ રોકડા ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો 

ઘટના અંગે તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસતા બે તસ્કરો ચોરી કરતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Dahod: જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય શાંતાબેનના પતિ મુકેશ ઉર્ફે ટીના પારગીની ધરપકડ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0