પ્રથમ વખત યુકે જવા માટે નીકળેલા મરિયમબેનનો અમદાવાદ એરપોર્ટ પરનો ફોટો અંતિમ યાદ બની ગયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, તા.11 વડોદરાના વાડી બદરી મહોલ્લામાં રહેતાં ૫૦ વર્ષના મરિયમબેન પ્રથમ વખત યુકે જતાં હતાં, પરંતુ તેમણે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થતાં જીવ ગુમાવ્યો હતો.
તા.૧૨ જૂન,૨૦૨૫ના રોજ બનેલી અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મરિયમબેનના ભાઇ હુસૈનીભાઇએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર તેમણે સામાન અને ટ્રોલી સાથે પડાવેલો ફોટો અંતિમ યાદ બની ગયો છે. તેઓ પ્લેનમાં પ્રવેશ્યાં ત્યારે પણ તેમણે પોતાની સીટનો વીડિયો બનાવીને અમોને મોકલ્યો હતો, પરંતુ હવે આ બધું ફક્ત યાદ બનીને રહી ગયું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

