પાણી સમિતિમાં દરખાસ્ત મંજુર રાણીપ-નવા વાડજ વોર્ડમાં ૨૦ કરોડના ખર્ચે ભુગર્ભ -ઓવરહેડ ટાંકી બનાવાશે

        અમદાવાદ,શનિવાર,28 સપ્ટેમ્બર,2024અમદાવાદ મ્યુનિ.ની પાણી સમિતિની બેઠકમાં રાણીપ અને નવા વાડજ વોર્ડમાં રુપિયા વીસ કરોડના ખર્ચે પાણીની ભુગર્ભ અને ઓવરહેડ ટાંકી બનાવવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.રાણીપ વોર્ડમાં ૧૧.૫૨ લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ભુગર્ભ અને ૨૫ લાખ લિટર ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી બનાવાશે. રાણીપ વોર્ડમાં સમાવવામાં આવેલા નવા રાણીપમાં ડ્રાફટ ટી.પી.સ્કીમ નંબર-૬૬-એના ફાયનલ પ્લોટ નંબર-૧૧માં પંપ હાઉસ સાથે ૧૧.૫૨ લાખ લિટર ક્ષમતાની પાણીની ભુગર્ભ તથા ૨૫ લાખ લિટર ક્ષમતા ધરાવતી ૨૪ મીટર હાઈટની ઓવરહેટ ટાંકી બનાવવા તથા પાંચ વર્ષ સુધી તેના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથેની કામગીરી કરવા કોન્ટ્રાકટર કે.કે.કન્સ્ટ્રકશન જેવી એચએમ ઈલેકટ્રો.મેકને રુપિયા ૧૬.૨૦ કરોડની રકમથી કામ આપવા કમિટીએ મંજુરી આપી છે.નવા વાડજ વોર્ડમાં આવેલા બલોલનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે ૨૪ લાખ લિટર ક્ષમતા ધરાવતી ૨૪ મીટર હાઈટ ધરાવતી પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા કોન્ટ્રાકટર વિનોદ એચ પટેલને રુપિયા ૩.૮૦ કરોડના ખર્ચે કામ આપવા મંજુરી આપવામાં આવી છે.

પાણી સમિતિમાં દરખાસ્ત મંજુર રાણીપ-નવા વાડજ વોર્ડમાં ૨૦ કરોડના ખર્ચે ભુગર્ભ -ઓવરહેડ ટાંકી બનાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,શનિવાર,28 સપ્ટેમ્બર,2024

અમદાવાદ મ્યુનિ.ની પાણી સમિતિની બેઠકમાં રાણીપ અને નવા વાડજ વોર્ડમાં રુપિયા વીસ કરોડના ખર્ચે પાણીની ભુગર્ભ અને ઓવરહેડ ટાંકી બનાવવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.રાણીપ વોર્ડમાં ૧૧.૫૨ લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ભુગર્ભ અને ૨૫ લાખ લિટર ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી બનાવાશે.

રાણીપ વોર્ડમાં સમાવવામાં આવેલા નવા રાણીપમાં ડ્રાફટ ટી.પી.સ્કીમ નંબર-૬૬-એના ફાયનલ પ્લોટ નંબર-૧૧માં પંપ હાઉસ સાથે ૧૧.૫૨ લાખ લિટર ક્ષમતાની પાણીની ભુગર્ભ તથા ૨૫ લાખ લિટર ક્ષમતા ધરાવતી ૨૪ મીટર હાઈટની ઓવરહેટ ટાંકી બનાવવા તથા પાંચ વર્ષ સુધી તેના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથેની કામગીરી કરવા કોન્ટ્રાકટર કે.કે.કન્સ્ટ્રકશન જેવી એચએમ ઈલેકટ્રો.મેકને રુપિયા ૧૬.૨૦ કરોડની રકમથી કામ આપવા કમિટીએ મંજુરી આપી છે.નવા વાડજ વોર્ડમાં આવેલા બલોલનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે ૨૪ લાખ લિટર ક્ષમતા ધરાવતી ૨૪ મીટર હાઈટ ધરાવતી પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા કોન્ટ્રાકટર વિનોદ એચ પટેલને રુપિયા ૩.૮૦ કરોડના ખર્ચે કામ આપવા મંજુરી આપવામાં આવી છે.