'પાકિસ્તાની સુપ્રિમ કોર્ટે સવા વર્ષ પહેલાં મુક્ત કરવાનો આદેશ આપ્યો છતાં અમને છોડતા નથી'

પાકિસ્તાનની જેલમાં બંધ સાગરપુત્રોએ સરકારને પાઠવ્યો દર્દભર્યો પત્રભારતના ૧૮૧ માછીમારોની સજા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં બંદીવાનઃ જેલમાં બીમારીઓનો ભોગ બનીને દમ તોડી રહ્યા છે સાગરપુત્રોપોરબંદર: પાકિસ્તાનની જેલમાં ઘણા લાંબા સમયથી ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યના ૧૮૧ જેટલા માછીમારો નર્કાગાર પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે અને તેઓને સવા વર્ષ પહેલા જ રીલીઝ કરવાનો આદેશ પાકિસ્તાની સુપ્રીમકોર્ટે આપ્યો હોવા છતા તેનું પાલન થતુ નહી હોવાનું જણાવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહેલા સાગરપુત્રોએ પત્રના માધ્યમથી ભારત સરકારને એવી અપીલ કરી છે કે વહેલી તકે તેઓને છોડવામાં આવે તે જરૂરી છે.ભારત માતા કી જય- લખીને પત્રની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભારતીય માછીમારોની પાકિસ્તાન જેલમાં ત્રણ-ચાર વર્ષથી દુર્દશા-શીર્ષક હેઠળ સાગરપુત્રોએ પોતાની પીડા અને સમસ્યાઓને પત્રના માધ્યમથી વર્ણવી છે.જેમાં જણાવાયું છે કે દીવ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુના માછીમારો મળી કુલ ૧૮૧ માછીમારો રીલીઝ માટે તૈયાર છે.

'પાકિસ્તાની સુપ્રિમ કોર્ટે સવા વર્ષ પહેલાં મુક્ત કરવાનો આદેશ આપ્યો છતાં અમને છોડતા નથી'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પાકિસ્તાનની જેલમાં બંધ સાગરપુત્રોએ સરકારને પાઠવ્યો દર્દભર્યો પત્ર

ભારતના ૧૮૧ માછીમારોની સજા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં બંદીવાનઃ જેલમાં બીમારીઓનો ભોગ બનીને દમ તોડી રહ્યા છે સાગરપુત્રો

પોરબંદર: પાકિસ્તાનની જેલમાં ઘણા લાંબા સમયથી ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યના ૧૮૧ જેટલા માછીમારો નર્કાગાર પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે અને તેઓને સવા વર્ષ પહેલા જ રીલીઝ કરવાનો આદેશ પાકિસ્તાની સુપ્રીમકોર્ટે આપ્યો હોવા છતા તેનું પાલન થતુ નહી હોવાનું જણાવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહેલા સાગરપુત્રોએ પત્રના માધ્યમથી ભારત સરકારને એવી અપીલ કરી છે કે વહેલી તકે તેઓને છોડવામાં આવે તે જરૂરી છે.

ભારત માતા કી જય- લખીને પત્રની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભારતીય માછીમારોની પાકિસ્તાન જેલમાં ત્રણ-ચાર વર્ષથી દુર્દશા-શીર્ષક હેઠળ સાગરપુત્રોએ પોતાની પીડા અને સમસ્યાઓને પત્રના માધ્યમથી વર્ણવી છે.જેમાં જણાવાયું છે કે દીવ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુના માછીમારો મળી કુલ ૧૮૧ માછીમારો રીલીઝ માટે તૈયાર છે.