Surat: માંડવીની તાપી નદીના અદભુત આકાશી દ્રશ્યો આવ્યા સામે, રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ

ઉકાઈ ડેમમાંથી હાલ 1,95,277 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યુપાણીમાં ગરકાવ થયેલા રિવરફ્રન્ટના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા સુરતના માંડવીના તાપી નદીના આકાશી અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોઈ શકાય છે, ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે હાલમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી 1,95,277 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યુ ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. માંડવી ખાતેનો રિવરફ્રન્ટ પણ તાપીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો છે તેનો આકાશી નજારો પણ ડ્રોન કેમેરામાં કેદ થયો છે. તમને જણાવી દઈએ કે ઉકાઈ ડેમમાંથી હાલ 1,95,277 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આ માટે ઉકાઈ ડેમના 15 ગેટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવતા વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને નદી કાંઠાના નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડમાં ભારે વરસાદ, બે લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ ઔરંગા નદીના પાણીમાં વલસાડના ખાંજણ ફળિયા વિસ્તારમાં બે લોકો ફસાતા તેઓનું NDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખેતરમાં કામ કરતાં એક ઈસમ નદીનું પાણી આવી જતા ઝાડ ઉપર ચડી ગયો હતો, જો કે તેને બચાવવા અન્ય એક ઈસમ પણ અંદર જતા તે પણ ફસાયો હતો. ત્રણ કલાક સુધી બંને ઝાડ ઉપર બેસી રહ્યા હતા, વલસાડ મામલતદારને આ અંગે જાણ થતાં મામલતદાર એનડીઆરએફની ટીમ સાથે ઘટના સ્થળે આવ્યા હતા અને બંને લોકોનું રેસ્ક્યુ કરી તેઓને સલામત રીતે ઘરે છોડી દેવામાં આવ્યા હતા. સુરતમાં ભારે વરસાદના કારણે આ રસ્તાઓ થયા બંધ સુરતમાં સતત ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં માંગરોળ, મહુવા, માંડવી તાલુકાના 23 રસ્તાઓ બંધ કરાયા છે. તેમજ કોઝવે ઓવર ટેપિંગના કારણે રસ્તા બંધ કરાયા છે. માંગરોળના 13 અને માંડવીના 8 રસ્તા બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. જેમાં મહુવાના 2 રસ્તા બંધ થતા વાહન ચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે.

Surat: માંડવીની તાપી નદીના અદભુત આકાશી દ્રશ્યો આવ્યા સામે, રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉકાઈ ડેમમાંથી હાલ 1,95,277 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યુ
  • પાણીમાં ગરકાવ થયેલા રિવરફ્રન્ટના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ
  • નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

સુરતના માંડવીના તાપી નદીના આકાશી અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોઈ શકાય છે, ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે હાલમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.

ઉકાઈ ડેમમાંથી 1,95,277 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યુ

ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. માંડવી ખાતેનો રિવરફ્રન્ટ પણ તાપીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો છે તેનો આકાશી નજારો પણ ડ્રોન કેમેરામાં કેદ થયો છે. તમને જણાવી દઈએ કે ઉકાઈ ડેમમાંથી હાલ 1,95,277 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આ માટે ઉકાઈ ડેમના 15 ગેટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવતા વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને નદી કાંઠાના નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વલસાડમાં ભારે વરસાદ, બે લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ

ઔરંગા નદીના પાણીમાં વલસાડના ખાંજણ ફળિયા વિસ્તારમાં બે લોકો ફસાતા તેઓનું NDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખેતરમાં કામ કરતાં એક ઈસમ નદીનું પાણી આવી જતા ઝાડ ઉપર ચડી ગયો હતો, જો કે તેને બચાવવા અન્ય એક ઈસમ પણ અંદર જતા તે પણ ફસાયો હતો. ત્રણ કલાક સુધી બંને ઝાડ ઉપર બેસી રહ્યા હતા, વલસાડ મામલતદારને આ અંગે જાણ થતાં મામલતદાર એનડીઆરએફની ટીમ સાથે ઘટના સ્થળે આવ્યા હતા અને બંને લોકોનું રેસ્ક્યુ કરી તેઓને સલામત રીતે ઘરે છોડી દેવામાં આવ્યા હતા.

સુરતમાં ભારે વરસાદના કારણે આ રસ્તાઓ થયા બંધ

સુરતમાં સતત ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં માંગરોળ, મહુવા, માંડવી તાલુકાના 23 રસ્તાઓ બંધ કરાયા છે. તેમજ કોઝવે ઓવર ટેપિંગના કારણે રસ્તા બંધ કરાયા છે. માંગરોળના 13 અને માંડવીના 8 રસ્તા બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. જેમાં મહુવાના 2 રસ્તા બંધ થતા વાહન ચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે.