પરિણીત પ્રેમિકાની હત્યા કર્યા બાદ યુવકે નદીમાં કુદીને આત્મહત્યા કરી

અમદાવાદ,મંગળવારશહેરના શાહીબાગ નમસ્તે સર્કલ નજીક આવેલા હાથીપુરા ગાર્ડનમાં મંગળવારે સાંજના સમયે પ્રેમી યુવકે પ્રેમીકાને છરીેના ઘાઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ વાડજ રીવરફ્રન્ટ પરથી નદીમાં ઝપલાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે માધુપુરામાં આવેલા જુગલદાસની ચાલીમાં રહેતી ક્રિષ્ના મારવાડી અને તેની  જ ચાલીમાં રહેતા કૌશિક મકવાણા વચ્ચે પ્રેમ સંબધ હતો. મંગળવારે સાંજે ક્રિષ્ના તેના છ વર્ષના પુત્રને લઇને તેને મળવા આવી હતી ત્યારે કોઇકારણસર બંને વચ્ચે તકરાર થતા આ ઘટના બની હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.મંગળવારે સાંજના છ વાગ્યાના સુમારે શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવેલા હાથીપુરા ગાર્ડનમાંથી એક યુવક લોહીવાળુ જેકેટ પહેરીને બાઇક પર નાસી જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકોએ અંદર તપાસ કરતા એક યુવતી લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતી હતી.

પરિણીત પ્રેમિકાની હત્યા કર્યા બાદ યુવકે નદીમાં કુદીને આત્મહત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,મંગળવાર

શહેરના શાહીબાગ નમસ્તે સર્કલ નજીક આવેલા હાથીપુરા ગાર્ડનમાં મંગળવારે સાંજના સમયે પ્રેમી યુવકે પ્રેમીકાને છરીેના ઘાઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ વાડજ રીવરફ્રન્ટ પરથી નદીમાં ઝપલાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે માધુપુરામાં આવેલા જુગલદાસની ચાલીમાં રહેતી ક્રિષ્ના મારવાડી અને તેની  જ ચાલીમાં રહેતા કૌશિક મકવાણા વચ્ચે પ્રેમ સંબધ હતો. મંગળવારે સાંજે ક્રિષ્ના તેના છ વર્ષના પુત્રને લઇને તેને મળવા આવી હતી ત્યારે કોઇકારણસર બંને વચ્ચે તકરાર થતા આ ઘટના બની હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મંગળવારે સાંજના છ વાગ્યાના સુમારે શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આવેલા હાથીપુરા ગાર્ડનમાંથી એક યુવક લોહીવાળુ જેકેટ પહેરીને બાઇક પર નાસી જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકોએ અંદર તપાસ કરતા એક યુવતી લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતી હતી.