પંચમહાલ: ગ્રાહક બનીને ચોરી કરવા આવેલી 4 મહિલાઓની ટોળકી ઝડપાઈ, 22 ડ્રેસની ચોરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીઓની નજર ચૂકવી ચોરી કરતી મહિલાઓની ગેંગનો પર્દાફાશ થયો છે. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચાર મહિલાઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, 12મી ફેબ્રુઆરીના રોજ ગોધરાના ભરચક ગણાતા બગીચા રોડ પર આવેલી એક કપડાંની દુકાનમાં આ ચોરીની ઘટના બની હતી. ચાર અજાણી મહિલાઓ એકસાથે ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી હતી. દુકાનદારને વાતોમાં પરોવી અને કપડાં જોવાની આડમાં આ મહિલાઓએ નજર ચૂકવીને એકસાથે 22 નંગ ડ્રેસની ચોરી કરી લીધી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

