નશાબંધી મંડળના કેટલાંક ટ્રસ્ટીઓએ કરોડો રૂપિયાની ગેરરીતિ કર્યાનો આક્ષેપ

અમદાવાદ,સોમવારશહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી નશાબંધી મંડળની ગુજરાત એકમના કેટલાંક ટ્રસ્ટીઓએ સરકારી ગ્રાંટનો ગેરવહીવટ કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઇ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં  પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરી, રાજ્ય સરકારના પૂર્વ અધિકારી પી ડી વાઘેલા અને  જીતેન્દ્ર અમીન સહિતના ટ્રસ્ટીઓએ ફંડનો ગેરરીતિ આચરીને નશાબંધી મંડળ સાથે ૨૫ કરોડ રૂપિયાનું નુકશાન પહાચાડયાનો આરોપ પણ કરાયો છે.જે સંદર્ભમાં ચેરીટી કમિશનર કચેરીમાં સમગ્ર મામલે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  આ અગાઉ નશાબંધી મંડળ માટે રાણીપમાં  વિવાદાસ્પદ જમીનની ખરીદી કરીને ૧૩ કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને નશાબંધી મંડળને નુકશાન પહોંચાડયા ફરિયાદ પણ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી હતી. નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ વિવેક દેસાઇએ મંડળના કેટલાંક ટ્રસ્ટીઓ દ્વારા ૨૫ કરોડ જેટલી રકમની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ ટ્રસ્ટીઓમાં  રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી  કરસનદાસ સોનેરી, પૂર્વ અધિકારી કે પી વાઘેલા અને જિતેન્દ્ર અમીન દ્વારા સત્તાનો દુર ઉપયોગ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આવતી ગ્રાંટનો દુરઉપયોગ કરવાની સાથે  અમદાવાદના રાણીપમાં વિવાદાસ્પદ જમીન ખરીદી પેટે ૧૩ કરોડની ચુકવણી કર્યાનો આરોપ વિવેક દેસાઇએ કર્યો છે. સાથેસાથે આ મામલે ચેરીટી કમિશનર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. વિવેક દેસાઇએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં તે નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ તરીકે જોડાયા ત્યારે તેમના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી કે કરશનદાન સોનેરી, કે પી વાઘેલા અને જિતેન્દ્ર અમીન ટ્રસ્ટના નિયમ વિરૂદ્ધ કામ કરે છે. જેમાં  નશાબંધી મંડળના તાબામાં આવતી પાલનપુર, રાજકોટના વિરનગર, અમદાવાદ, સુરત અને મહુધામાં હોસ્પિટલમાં આવેલા નશામુક્તિ સેન્ટરના ખર્ચ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે કરોડ રૂપિયાની ગ્રાંટ આપવામાં આવે છે અને નિરીક્ષકોના પગાર સહિતના ખર્ચ માટે ૧૧ લાખની ગ્રાંટ ફાળવવામાં આવે છે. પરંતુ,   આ ગ્રાંટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નહોતો અને લાખો રૂપિયાનો ઉપયોગ પોતાના  માટે વાહનોમાં ઇંધણ સહિતના ખર્ચમાં કરાયા હતા. જે અયોગ્ય બાબત છે.  આ ઉપરાંત, કર્મચારીઓના પગારને લઇને પણ વિવાદ થયો છે. જેમાં કર્મચારીઓને પગાર ધોરણ પ્રમાણેના નાણાં ચુકવવામાં આવતા નથી અને અનેક નિરીક્ષકોને નોકરીમાંથી છુટા કરાયા છે. સૌથી ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૩માં ટ્રસ્ટીઓએ રાણીપમાં વિવાદાસ્પદ જમીન ખરીદવા માટે પ્રકાશચંદ્ર અગ્રવાલ સાથે સોદો કરીને ૧૩ કરોડ રૂપિયા ચુકવી દીધા હતા. જો કે હજુ સુધી આ જમીન નશાબંધી મંડળને મળી નથી. એટલું જ નહી આ જમીન સરકારે જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.  જે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ગુનો પણ દાખલ કરાયો છે. આમ, વિવેક દેસાઇ અને અચ્યુતભાઇ ચીનુભાઇ બેરેનોટ સહિતના ટ્રસ્ટીઓએ વિરોધ કરતા અન્ય ટ્સ્ટીઓએ બહુમતીના જોરે તેમને પ્રમુખ પદેથી હટાવવાનો ઠરાવ પસાર કરવાની સાથે બેંકના વ્યવહારમાં તેમની સહી નહી ચાલે તેવા નિર્ણય લેવામાં આવ્યા હતા. આમ, ગેરરીતિ બહાર આવતા નશાબંધી મંડળ ફરીથી વિવાદમાં સંપડાયું છે.

નશાબંધી મંડળના કેટલાંક ટ્રસ્ટીઓએ કરોડો રૂપિયાની ગેરરીતિ કર્યાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી નશાબંધી મંડળની ગુજરાત એકમના કેટલાંક ટ્રસ્ટીઓએ સરકારી ગ્રાંટનો ગેરવહીવટ કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઇ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં  પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરી, રાજ્ય સરકારના પૂર્વ અધિકારી પી ડી વાઘેલા અને  જીતેન્દ્ર અમીન સહિતના ટ્રસ્ટીઓએ ફંડનો ગેરરીતિ આચરીને નશાબંધી મંડળ સાથે ૨૫ કરોડ રૂપિયાનું નુકશાન પહાચાડયાનો આરોપ પણ કરાયો છે.જે સંદર્ભમાં ચેરીટી કમિશનર કચેરીમાં સમગ્ર મામલે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  આ અગાઉ નશાબંધી મંડળ માટે રાણીપમાં  વિવાદાસ્પદ જમીનની ખરીદી કરીને ૧૩ કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને નશાબંધી મંડળને નુકશાન પહોંચાડયા ફરિયાદ પણ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી હતી. નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ વિવેક દેસાઇએ મંડળના કેટલાંક ટ્રસ્ટીઓ દ્વારા ૨૫ કરોડ જેટલી રકમની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ ટ્રસ્ટીઓમાં  રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી  કરસનદાસ સોનેરી, પૂર્વ અધિકારી કે પી વાઘેલા અને જિતેન્દ્ર અમીન દ્વારા સત્તાનો દુર ઉપયોગ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આવતી ગ્રાંટનો દુરઉપયોગ કરવાની સાથે  અમદાવાદના રાણીપમાં વિવાદાસ્પદ જમીન ખરીદી પેટે ૧૩ કરોડની ચુકવણી કર્યાનો આરોપ વિવેક દેસાઇએ કર્યો છે. સાથેસાથે આ મામલે ચેરીટી કમિશનર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. વિવેક દેસાઇએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં તે નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ તરીકે જોડાયા ત્યારે તેમના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી કે કરશનદાન સોનેરી, કે પી વાઘેલા અને જિતેન્દ્ર અમીન ટ્રસ્ટના નિયમ વિરૂદ્ધ કામ કરે છે. જેમાં  નશાબંધી મંડળના તાબામાં આવતી પાલનપુર, રાજકોટના વિરનગર, અમદાવાદ, સુરત અને મહુધામાં હોસ્પિટલમાં આવેલા નશામુક્તિ સેન્ટરના ખર્ચ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે કરોડ રૂપિયાની ગ્રાંટ આપવામાં આવે છે અને નિરીક્ષકોના પગાર સહિતના ખર્ચ માટે ૧૧ લાખની ગ્રાંટ ફાળવવામાં આવે છે. પરંતુ,   આ ગ્રાંટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નહોતો અને લાખો રૂપિયાનો ઉપયોગ પોતાના  માટે વાહનોમાં ઇંધણ સહિતના ખર્ચમાં કરાયા હતા. જે અયોગ્ય બાબત છે.  આ ઉપરાંત, કર્મચારીઓના પગારને લઇને પણ વિવાદ થયો છે. જેમાં કર્મચારીઓને પગાર ધોરણ પ્રમાણેના નાણાં ચુકવવામાં આવતા નથી અને અનેક નિરીક્ષકોને નોકરીમાંથી છુટા કરાયા છે. સૌથી ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૩માં ટ્રસ્ટીઓએ રાણીપમાં વિવાદાસ્પદ જમીન ખરીદવા માટે પ્રકાશચંદ્ર અગ્રવાલ સાથે સોદો કરીને ૧૩ કરોડ રૂપિયા ચુકવી દીધા હતા. જો કે હજુ સુધી આ જમીન નશાબંધી મંડળને મળી નથી. એટલું જ નહી આ જમીન સરકારે જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.  જે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ગુનો પણ દાખલ કરાયો છે. આમ, વિવેક દેસાઇ અને અચ્યુતભાઇ ચીનુભાઇ બેરેનોટ સહિતના ટ્રસ્ટીઓએ વિરોધ કરતા અન્ય ટ્સ્ટીઓએ બહુમતીના જોરે તેમને પ્રમુખ પદેથી હટાવવાનો ઠરાવ પસાર કરવાની સાથે બેંકના વ્યવહારમાં તેમની સહી નહી ચાલે તેવા નિર્ણય લેવામાં આવ્યા હતા. આમ, ગેરરીતિ બહાર આવતા નશાબંધી મંડળ ફરીથી વિવાદમાં સંપડાયું છે.