Gujarat Rain: રાજ્યના 100થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ,તમારા શહેરમાં મેઘરાજા કેટલા મહેરબાન?

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહીદક્ષિણ ગુજરાતના 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યોદક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે આખા દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યોઆજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરતના કામરેજ અને વલસાડના ઉમરગામમાં સરેરાશ સવા 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, ઉમરગામમાં છેલ્લા બે કલાકમાં જ આટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય આણંદના બોરસદમાં 3 ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા 2 ઈંચ, અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ અને અમરેલીના ખાંભામાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના 5 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં વરસાદછેલ્લા બે કલાકની વાત કરીએ તો, સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી ઉમરગામમાં 59 મિ.મી, અમરેલીમાં 31 મિ.મી, જામનગરના કાલાવડમાં 17 મિ.મી, વલસાડના પારડીમાં 14 મિ.મી, વાપીમાં 12 મિ.મી, અરવલ્લીના મેઘરજમાં 12 મિ.મી અને કપરાડામાં 10 મિ.મી નોંધાયો છે. જણાવી દઈએ કે, ગઈકાલ સુધીમાં રાજ્યમાં કુલ 223.37 મિ.મી વરસાદ નોંધાયો છે. જે સિઝનનો 25.30 ટકા છે. જ્યારે રાજ્યના 82 તાલુકામાં 126 થી 250 મિ.મી વરસાદ વરસી ચૂક્યો છે.

Gujarat Rain: રાજ્યના 100થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ,તમારા શહેરમાં મેઘરાજા કેટલા મહેરબાન?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો
  • 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતના 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે આખા દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો

આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરતના કામરેજ અને વલસાડના ઉમરગામમાં સરેરાશ સવા 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, ઉમરગામમાં છેલ્લા બે કલાકમાં જ આટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય આણંદના બોરસદમાં 3 ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા 2 ઈંચ, અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ અને અમરેલીના ખાંભામાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના 5 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં વરસાદ

છેલ્લા બે કલાકની વાત કરીએ તો, સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી ઉમરગામમાં 59 મિ.મી, અમરેલીમાં 31 મિ.મી, જામનગરના કાલાવડમાં 17 મિ.મી, વલસાડના પારડીમાં 14 મિ.મી, વાપીમાં 12 મિ.મી, અરવલ્લીના મેઘરજમાં 12 મિ.મી અને કપરાડામાં 10 મિ.મી નોંધાયો છે. જણાવી દઈએ કે, ગઈકાલ સુધીમાં રાજ્યમાં કુલ 223.37 મિ.મી વરસાદ નોંધાયો છે. જે સિઝનનો 25.30 ટકા છે. જ્યારે રાજ્યના 82 તાલુકામાં 126 થી 250 મિ.મી વરસાદ વરસી ચૂક્યો છે.