Ahmedabad :હાઉસિંગ બોર્ડના 29હજારથી વધુ મકાનો ભયજનક,'રિપેર કરો કાં ખાલી કરો'ની નોટિસ

ચોમાસામાં 600 કોલોનીના અનેક મકાનો ગમે ત્યારે પડી જાય તેવી શક્યતાના પગલે કાર્યવાહીશહેરમાં 11 હજારને ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ, દુર્ઘટના ઘટે તો મકાનમાલિક જવાબદાર અમદાવાદ સહિત રાજ્યની 600 કોલોનીના 1.75 લાખ 29 હજારથી વધુ જર્જરીત મકાનો ગુજરાત હાઉસીંગ બોર્ડની અમદાવાદ સહિત રાજ્યની 600 કોલોનીના 1.75 લાખ 29 હજારથી વધુ જર્જરીત મકાનોને નોટીસ ફટકરવામાં આવી છે. અમદાવાદમાં 11 હજારને નોટીસ આપી કાર્યવાહી કરાઇ છે. ચોસમાસામાં ઘણાં મકાનો પડી જવાની શક્યતાના પગલે બોર્ડે પગલાં ભર્યા છે. ચોમાસા દરમિયાન જર્જરીત મકાનોમાં અઘટિત ઘટના બને તો માલિક જવાબદર ઠેરશે. બોર્ડે જર્જરીત મકાનો ધરાવતી સોસાયટીઓમાં તાકીદ કરી છેકે, સોસાયટીના લોકો જર્જરીત મકાન રિપેર કરાવે, અન્ય સ્થળે સ્થળાંતર થઇ જાય અથવા બહુમત સાથે રિડેવલપમેન્ટમાં જોડાઇ જાય. અમદાવાદમાં બોર્ડની 150 કોલોનીમાં અંદાજે 35 હજારથી વધુ મકાનો છે. જેમાંથી અંદાજે 11 હજારથી વધુ મકાનો જર્જરીત છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને અપાયેલી નોટીસની નકલ મ્યુનિ.કોર્પોરેશનને પણ રવાના કરાઇ છે. જો નોટીસ આપ્યા પછી મકાન ખાલી કરાય નહીં અને જર્જરીત મકાનોમાં કોઇ અઘટિત ઘટના બને તો બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહીં. બોર્ડ દ્વારા અગાઉ સરકારમાં પણ આ અંગે જાણ કરાઇ છે. જેથી જર્જરીત મકાનનો માલિક જ જવાબદાર ઠેરશે. આમ છતાં મકાન માલિકો રિપેરીંગ નહીં કરાવતા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાકમાં તો આખા બિલ્ડીંગોમાં તિરાડ પડી છે. ફલેટોની ટાંકીઓ ગમે ત્યારે તુટી જવાની શક્યતા છે. ગેરકાયદે બાંધકામ કરીને વેપલો ચાલી રહ્યો છે. જેથી હવે બોર્ડ પણ આક્રમક બન્યું છે. આ અંગે મ્યુનિ. કોર્પોરેશન સહિત વિવિધ વિભાગોને પણ જાણ કરાઇ છે. વાડજના હરિઓમ ફલેટમાં ગેલેરી ધરાશાયી બેને ઇજા કેટલાક મકાન માલિકોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, વાડજના હરિઓમ ફલેટમાં 74 બ્લોકમાં 900 મકાનો છે. હાલ રિવેડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. સોસાયટીના કેટલાક લોકો સરકારના 40 ટકાના નિયમની સામે વધુ એરિયા સહિત કેટલીક અવેધ માંગણી કરી રહ્યા હોવાથી પ્રક્રિયા ઘોંચમાં પડી છે. ઘણાં ફલેટોમાં આડેધડ ગેરકાયદે બાંધકામ કરાયું છે. ગુરુવાર સવારે હરિઓમ ફલેટમાં ગેલેરી ધરાશાયી થતાં બે લોકોને ઇજા થઇ છે. ફલેટનો લોકો જર્જરીત ભાગને રિપેર નહીં કરાવે તો બોર્ડ દ્વારા મ્યુનિ. કોર્પોરેશનની મદદથી ગમે ત્યારે કાર્યવાહી કરાશે.

Ahmedabad :હાઉસિંગ બોર્ડના 29હજારથી વધુ મકાનો ભયજનક,'રિપેર કરો કાં ખાલી કરો'ની નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોમાસામાં 600 કોલોનીના અનેક મકાનો ગમે ત્યારે પડી જાય તેવી શક્યતાના પગલે કાર્યવાહી
  • શહેરમાં 11 હજારને ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ, દુર્ઘટના ઘટે તો મકાનમાલિક જવાબદાર
  • અમદાવાદ સહિત રાજ્યની 600 કોલોનીના 1.75 લાખ 29 હજારથી વધુ જર્જરીત મકાનો

ગુજરાત હાઉસીંગ બોર્ડની અમદાવાદ સહિત રાજ્યની 600 કોલોનીના 1.75 લાખ 29 હજારથી વધુ જર્જરીત મકાનોને નોટીસ ફટકરવામાં આવી છે. અમદાવાદમાં 11 હજારને નોટીસ આપી કાર્યવાહી કરાઇ છે. ચોસમાસામાં ઘણાં મકાનો પડી જવાની શક્યતાના પગલે બોર્ડે પગલાં ભર્યા છે. ચોમાસા દરમિયાન જર્જરીત મકાનોમાં અઘટિત ઘટના બને તો માલિક જવાબદર ઠેરશે.

બોર્ડે જર્જરીત મકાનો ધરાવતી સોસાયટીઓમાં તાકીદ કરી છેકે, સોસાયટીના લોકો જર્જરીત મકાન રિપેર કરાવે, અન્ય સ્થળે સ્થળાંતર થઇ જાય અથવા બહુમત સાથે રિડેવલપમેન્ટમાં જોડાઇ જાય. અમદાવાદમાં બોર્ડની 150 કોલોનીમાં અંદાજે 35 હજારથી વધુ મકાનો છે. જેમાંથી અંદાજે 11 હજારથી વધુ મકાનો જર્જરીત છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને અપાયેલી નોટીસની નકલ મ્યુનિ.કોર્પોરેશનને પણ રવાના કરાઇ છે. જો નોટીસ આપ્યા પછી મકાન ખાલી કરાય નહીં અને જર્જરીત મકાનોમાં કોઇ અઘટિત ઘટના બને તો બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહીં. બોર્ડ દ્વારા અગાઉ સરકારમાં પણ આ અંગે જાણ કરાઇ છે. જેથી જર્જરીત મકાનનો માલિક જ જવાબદાર ઠેરશે. આમ છતાં મકાન માલિકો રિપેરીંગ નહીં કરાવતા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાકમાં તો આખા બિલ્ડીંગોમાં તિરાડ પડી છે. ફલેટોની ટાંકીઓ ગમે ત્યારે તુટી જવાની શક્યતા છે. ગેરકાયદે બાંધકામ કરીને વેપલો ચાલી રહ્યો છે. જેથી હવે બોર્ડ પણ આક્રમક બન્યું છે. આ અંગે મ્યુનિ. કોર્પોરેશન સહિત વિવિધ વિભાગોને પણ જાણ કરાઇ છે.

વાડજના હરિઓમ ફલેટમાં ગેલેરી ધરાશાયી બેને ઇજા

કેટલાક મકાન માલિકોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, વાડજના હરિઓમ ફલેટમાં 74 બ્લોકમાં 900 મકાનો છે. હાલ રિવેડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. સોસાયટીના કેટલાક લોકો સરકારના 40 ટકાના નિયમની સામે વધુ એરિયા સહિત કેટલીક અવેધ માંગણી કરી રહ્યા હોવાથી પ્રક્રિયા ઘોંચમાં પડી છે. ઘણાં ફલેટોમાં આડેધડ ગેરકાયદે બાંધકામ કરાયું છે. ગુરુવાર સવારે હરિઓમ ફલેટમાં ગેલેરી ધરાશાયી થતાં બે લોકોને ઇજા થઇ છે. ફલેટનો લોકો જર્જરીત ભાગને રિપેર નહીં કરાવે તો બોર્ડ દ્વારા મ્યુનિ. કોર્પોરેશનની મદદથી ગમે ત્યારે કાર્યવાહી કરાશે.