નડિયાદ શહેરની વિમલ પાર્ક સોસાયટીમાં ગટર ઉભરાતા હાલાકી

- અસહ્ય દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવા લોકો મજબૂર- રહીશોની રજૂઆતો છતાં કાયમી નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળનડિયાદ : નડિયાદ શહેરમાં આવેલા વોર્ડ નં.૧૩માં વિમલ પાર્ક સોસાયટીમાં ગટરના પાણી રેલાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર આ પ્રશ્નના નિરાકરણ માટે રજૂઆતો કરવા છતાં નગરપાલિકા ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. અહીંયા મકાનોની બહાર જ ગટરના પાણી ઉભરાયા હોવાથી લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વખત આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હોવાના કારણે સોસાયટીમાં આવેલા સામસામેના મકાનોની વચ્ચો વચ ગટરના ગંદા પાણી રેલાયા છે. જેના કારણે અત્યંત દુર્ગંધ મારી રહી છે અને રહીશોને ત્યાંથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. ગટરના પાણી રેલાઈ અને વિમલ પાર્કની પાછળના ભાગે આવેલા ફતેપુરા રોડ સુધી પહોંચી રહ્યા છે.સ્થાનિકો દ્વારા નગરપાલિકા પ્રશાસન અને સ્થાનિક કાઉન્સિલર સહિતોના હોદ્દેદારોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને આ મામલે યોગ્ય નિરાકરણ લાવી આપવાની માંગણી કરી છે, તેમ છતાં નગરપાલિકા પ્રશાસન આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી છે. ગટરની મેઈન લાઈનમાંથી કનેક્શન કાપી અને ઓવરફ્લો થાય તે લાઈનમાં જોડાણ આપી દેવાયુ છે, તેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. તેમજ આ બાબતે ફરીયાદો કરતા નગરપાલિકાના કર્મચારીઓ સ્ટાફ સ્થળ પર પહોંચી થોડી કામગીરી કરે તે બાદ એકાદ દિવસ માટે પાણી ઉભરાવાનું બંધ થાય છે અને ત્યારબાદ બીજા દિવસે ફરી એ જ પરીસ્થિતિ સર્જાય છે. આ તરફ સ્થાનિકોનું કહેવુ છે કે, ગટરના પાણી ઘરમાં પણ ઉભરાઈ રહ્યા છે. આ મામલે સ્થાનિકોએ ઓક્ટોબર, ૨૦૨૩માં કરેલી અરજીમાં જ પોતાનું કનેક્શન અગાઉની માફક મેઈન લાઈનમાં જોડી આપવાની માંગણી કરી હતી. પરંતુ નગરપાલિકા પ્રશાસને આ અંગે પણ કોઈ નિર્ણય ન લેતા અંતે હવે સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. 

નડિયાદ શહેરની વિમલ પાર્ક સોસાયટીમાં ગટર ઉભરાતા હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અસહ્ય દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવા લોકો મજબૂર

- રહીશોની રજૂઆતો છતાં કાયમી નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ

નડિયાદ : નડિયાદ શહેરમાં આવેલા વોર્ડ નં.૧૩માં વિમલ પાર્ક સોસાયટીમાં ગટરના પાણી રેલાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર આ પ્રશ્નના નિરાકરણ માટે રજૂઆતો કરવા છતાં નગરપાલિકા ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. અહીંયા મકાનોની બહાર જ ગટરના પાણી ઉભરાયા હોવાથી લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વખત આવ્યો છે.

 છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હોવાના કારણે સોસાયટીમાં આવેલા સામસામેના મકાનોની વચ્ચો વચ ગટરના ગંદા પાણી રેલાયા છે. જેના કારણે અત્યંત દુર્ગંધ મારી રહી છે અને રહીશોને ત્યાંથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. ગટરના પાણી રેલાઈ અને વિમલ પાર્કની પાછળના ભાગે આવેલા ફતેપુરા રોડ સુધી પહોંચી રહ્યા છે.

સ્થાનિકો દ્વારા નગરપાલિકા પ્રશાસન અને સ્થાનિક કાઉન્સિલર સહિતોના હોદ્દેદારોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને આ મામલે યોગ્ય નિરાકરણ લાવી આપવાની માંગણી કરી છે, તેમ છતાં નગરપાલિકા પ્રશાસન આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી છે. ગટરની મેઈન લાઈનમાંથી કનેક્શન કાપી અને ઓવરફ્લો થાય તે લાઈનમાં જોડાણ આપી દેવાયુ છે, તેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. તેમજ આ બાબતે ફરીયાદો કરતા નગરપાલિકાના કર્મચારીઓ સ્ટાફ સ્થળ પર પહોંચી થોડી કામગીરી કરે તે બાદ એકાદ દિવસ માટે પાણી ઉભરાવાનું બંધ થાય છે અને ત્યારબાદ બીજા દિવસે ફરી એ જ પરીસ્થિતિ સર્જાય છે. આ તરફ સ્થાનિકોનું કહેવુ છે કે, ગટરના પાણી ઘરમાં પણ ઉભરાઈ રહ્યા છે. આ મામલે સ્થાનિકોએ ઓક્ટોબર, ૨૦૨૩માં કરેલી અરજીમાં જ પોતાનું કનેક્શન અગાઉની માફક મેઈન લાઈનમાં જોડી આપવાની માંગણી કરી હતી. 

પરંતુ નગરપાલિકા પ્રશાસને આ અંગે પણ કોઈ નિર્ણય ન લેતા અંતે હવે સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે.