જૂના શિહોરા ખાતે પ્રેમીએ હત્યા કરી અને જેલવાસ ભોગવતો પતિ

પોલીસની ભૂલને કારણે યુવાનની જેલવાસમાંથી મુક્તિ ક્યારે ?પત્નીની હત્યા કેસમાં નિર્દોષ પતિને જેલમાંથી મુક્ત કરવા માગ જેલમાં મોકલવામાં જેટલો સમય નથી, લાગ્યો એટલો સમય નિર્દોષ વ્યક્તિને જેલમાંથી બહાર લાવવામાં લાગી રહ્યો છે ડેસર પોલીસ સ્ટેશનની ઉતાવળ કે ભૂલના કારણે એક નિર્દોષ યુવાનને પત્નીની હત્યાના આરોપમાં જેલમાં જવાનો વારો આવ્યો હતો. છેલ્લા 7 દિવસથી જેલમાં બંધ છે. પોલીસે પહેલા પત્નીની હત્યાના કેસમાં પતિની ધરપકડ કરી અને જેલમાં મોકલી આપ્યો અને પતિ જેલમાં ગયા બાદ પોલીસ તપાસમાં આ હત્યા પતિએ નહીં પરંતુ પ્રેમીએ કરી હોવાનો ઘટસ્ફેટ થયો હતો. જો કે, જેલમાં મોકલવામાં જેટલો સમય નથી, લાગ્યો એટલો સમય નિર્દોષ વ્યક્તિને જેલમાંથી બહાર લાવવામાં લાગી રહ્યો છે. જે વ્યક્તિએ ગુનો જ નથી કર્યો એને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો નિર્દોષ પતિ વનરાજસિંહના કાકાના દિકરા રણજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, કિંજલનો મૃતદેહ જોઇને વનરાજસિંહ બુમો પાડતો હતો કે, મારી કિંજલને કોઇકે મારી નાખી છે, હવે હું કેવી રીતે જીવીશ. જેથી મેં કહ્યું હતું કે, મારી નાખીને આવી બૂમો પાડે છે. જેથી તેણે મને કહ્યું હતું કે, રણજીતભાઇ મેં કિંજલને મારી નાખી નથી. બીજા દિવસે અમને એવું જાણવા મળ્યું કે, પ્રેમીએ હત્યા કરી હોવાની અમને ખબર પડી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ભાઇ વનરાજસિંહે તેની પત્નીની હત્યા કરી નથી. તેવી અરજી લઇને ડેસર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. PSI ભરવાડે મારા નિવેદન બાદ આરોપી વિપુલને પકડી પાડયો હતો. મારા ભાઇ વનરાજને ઝડપથી જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી અમારી માગ છે. જ્યારે જાણીતા વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ અને ભારતીય ન્યાય પ્રણાલી પ્રમાણે કોઇપણ નિર્દોષ વ્યક્તિ કાયદાના સંકજામાં ન આવે એનું ધ્યાન રાખવાની સૌપ્રથમ જવાબદારી પોલીસની છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવજો કાગળો સુપ્રીમ કોર્ટ સુધી વંચાતા હોય છે. તેવામાં કોઇ નિર્દોષ વ્યક્તિને પોલીસ આરોપી બનાવીને કાગળો રજૂ કરી દે અને કાયદાની આંટીધૂટીમાં તે વ્યક્તિને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે વર્ષો નિકળી જતા હોય છે. હત્યા જેવી ગંભીર બાબતમાં વ્યક્તિને હત્યારા તરીકે પોલીસે સ્ટેમ્પ મારી દીધો અને એને એક દિવસ નહીં પરંતું એક મિનિટ માટે જેલમાં જવાનું થાય તો એ આઘાત જનક હોય છે. જેને હવે પોલીસ તંત્ર દ્વારા ઝડપથી જેલમાંથી બહાર લાવવો જોઇએ, કારણ કે એ નિર્દોષ છે.  અને એના બંધરણીય હકો પર તરાપ છે. તપાસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ઉપરી અધિકારીઓએ લેવા જોઇએ અને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ થઈ શકે છે. વડોદરા DySp ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે. જેનો વહેલીતકે નિરાકરણ કરાશે.

જૂના શિહોરા ખાતે પ્રેમીએ હત્યા કરી અને જેલવાસ ભોગવતો પતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસની ભૂલને કારણે યુવાનની જેલવાસમાંથી મુક્તિ ક્યારે ?
  • પત્નીની હત્યા કેસમાં નિર્દોષ પતિને જેલમાંથી મુક્ત કરવા માગ
  • જેલમાં મોકલવામાં જેટલો સમય નથી, લાગ્યો એટલો સમય નિર્દોષ વ્યક્તિને જેલમાંથી બહાર લાવવામાં લાગી રહ્યો છે

ડેસર પોલીસ સ્ટેશનની ઉતાવળ કે ભૂલના કારણે એક નિર્દોષ યુવાનને પત્નીની હત્યાના આરોપમાં જેલમાં જવાનો વારો આવ્યો હતો. છેલ્લા 7 દિવસથી જેલમાં બંધ છે.

પોલીસે પહેલા પત્નીની હત્યાના કેસમાં પતિની ધરપકડ કરી અને જેલમાં મોકલી આપ્યો અને પતિ જેલમાં ગયા બાદ પોલીસ તપાસમાં આ હત્યા પતિએ નહીં પરંતુ પ્રેમીએ કરી હોવાનો ઘટસ્ફેટ થયો હતો. જો કે, જેલમાં મોકલવામાં જેટલો સમય નથી, લાગ્યો એટલો સમય નિર્દોષ વ્યક્તિને જેલમાંથી બહાર લાવવામાં લાગી રહ્યો છે. જે વ્યક્તિએ ગુનો જ નથી કર્યો એને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો

નિર્દોષ પતિ વનરાજસિંહના કાકાના દિકરા રણજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, કિંજલનો મૃતદેહ જોઇને વનરાજસિંહ બુમો પાડતો હતો કે, મારી કિંજલને કોઇકે મારી નાખી છે, હવે હું કેવી રીતે જીવીશ. જેથી મેં કહ્યું હતું કે, મારી નાખીને આવી બૂમો પાડે છે. જેથી તેણે મને કહ્યું હતું કે, રણજીતભાઇ મેં કિંજલને મારી નાખી નથી. બીજા દિવસે અમને એવું જાણવા મળ્યું કે, પ્રેમીએ હત્યા કરી હોવાની અમને ખબર પડી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ભાઇ વનરાજસિંહે તેની પત્નીની હત્યા કરી નથી. તેવી અરજી લઇને ડેસર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. PSI ભરવાડે મારા નિવેદન બાદ આરોપી વિપુલને પકડી પાડયો હતો. મારા ભાઇ વનરાજને ઝડપથી જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી અમારી માગ છે. જ્યારે જાણીતા વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ અને ભારતીય ન્યાય પ્રણાલી પ્રમાણે કોઇપણ નિર્દોષ વ્યક્તિ કાયદાના સંકજામાં ન આવે એનું ધ્યાન રાખવાની સૌપ્રથમ જવાબદારી પોલીસની છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવજો કાગળો સુપ્રીમ કોર્ટ સુધી વંચાતા હોય છે. તેવામાં કોઇ નિર્દોષ વ્યક્તિને પોલીસ આરોપી બનાવીને કાગળો રજૂ કરી દે અને કાયદાની આંટીધૂટીમાં તે વ્યક્તિને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે વર્ષો નિકળી જતા હોય છે.

હત્યા જેવી ગંભીર બાબતમાં વ્યક્તિને હત્યારા તરીકે પોલીસે સ્ટેમ્પ મારી દીધો અને એને એક દિવસ નહીં પરંતું એક મિનિટ માટે જેલમાં જવાનું થાય તો એ આઘાત જનક હોય છે. જેને હવે પોલીસ તંત્ર દ્વારા ઝડપથી જેલમાંથી બહાર લાવવો જોઇએ, કારણ કે એ નિર્દોષ છે.

 અને એના બંધરણીય હકો પર તરાપ છે. તપાસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ઉપરી અધિકારીઓએ લેવા જોઇએ અને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ થઈ શકે છે. વડોદરા DySp ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે. જેનો વહેલીતકે નિરાકરણ કરાશે.